IPL 2024 : આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકિપર પર રહેશે તમામ ફ્રેન્ચાઇઝીઓની નજર
આઈપીએલ 2024 ના મીની ઓક્શન માટે ખેલાડીઓના નામ સામે આવી ગયા છે. 19 ડિસેમ્બરે યોજાવા જઈ રહેલા મીની ઓક્શન પહેલા તમામ ફ્રેન્ઝાઇઝીઓની નજર કેટલાક વિકેટકિપર પર છે.
આઈપીએલની આગામી સિઝનમાં ભારતના કેટલાક વિકેટકીપર બેટ્સમેન ધમાલ મચાવશે. આ લિસ્ટમાં ઘણા ઘણા મોટા નામ સામેલ છે, જેના પર રૂપિયાનો વરસાદ થશે તે નક્કી છે.

કેએલ રાહુલ
કેએલ રાહુલ આવતા વર્ષના ટી-20 વર્લ્ડ કપમાં પ્રબળ દાવેદાર છે. રાહુલ સિવાય અન્ય બેકઅપ વિકેટકીપર ટીમ સાથે જશે. જો રાહુલનું પ્રદર્શન IPL-2024માં ખરાબ રહેશે તો પસંદગીકારો ચોક્કસપણે કંઈક બીજું વિચારી શકે છે.
ઈશાન કિશન
ટીમ મેનેજમેન્ટ આ ટૂંકા ફોર્મેટમાં ઈશાન કિશનને વધુ તક આપી રહ્યું છે. 25 વર્ષીય ઈશાને અત્યાર સુધી 32 T20 ઈન્ટરનેશનલ મેચમાં 25ની એવરેજથી 796 રન બનાવ્યા છે જેમાં 6 અડધી સદી સામેલ છે. કુલ 72 T20 મેચોમાં ઈશાને 3 સદી અને 26 અડધી સદીની મદદથી 4435 રન બનાવ્યા છે. જો પસંદગીકારો રાહુલની જગ્યાએ અન્ય કોઈને તક આપે છે તો ઈશાન દાવેદાર હશે.
સંજુ સેમસન
સંજુ સેમસન પર પણ સિલેક્ટરની નજર રહેશે અને તે ખુદ IPLને એક તક તરીકે જોશે. ODI વર્લ્ડ કપ 2023 પહેલા તેને આયર્લેન્ડ સામે T20 સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. સંજુને દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં તક મળી છે. આ સિરીઝ બાદ સંજુએ IPL 2024માં પણ તાકાત બતાવવી પડશે. આ કારણે તે T20 વર્લ્ડ કપ માટે દાવો કરી શકે છે.
જીતેશ શર્મા
યુવા વિકેટકીપર જીતેશ શર્મા પણ રેસમાં છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં વિકેટકીપર જીતેશને 2 મેચમાં તક મળી હતી. જો કે, T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ થવા માટે તેણે IPLમાં અપેક્ષા કરતા વધુ મજબૂત પ્રદર્શન કરવું પડશે. ટીમમાં સ્થાન માટે મોટો પડકાર છે. જીતેશે અત્યાર સુધી 5 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 64 રન બનાવ્યા છે. તેણે તેની એકંદર T20 કારકિર્દીમાં 102 મેચ રમી છે, જેમાં તેણે 1 સદી અને 10 અડધી સદી ફટકારીને 2267 રન બનાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
