IPL 2022 : કરોડોમાં વેચાયો શિખર ધવન, આ ટીમ માટે રમતો જોવા મળશે!
દિલ્હી કેપિટલ્સે ધવનને ખરીદવાનો પુરો પ્રયાસ કર્યો, પરંતુ અંતે પંજાબ કિંગ્સે તેના પર મોટો દાવ રમીને બધાને ચોંકાવી દીધા.
નવી દિલ્હી : ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા શિખર ધવન માટે IPL 2022 માટે કરોડોની બોલી લાગી છે. આ વખતે ધવન પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. ધવનને પંજાબ કિંગ્સે 8 કરોડ 25 લાખમાં ખરીદ્યો છે.

દિલ્હી કેપિટલ્સે ધવનને ખરીદવાનો પુરો પ્રયાસ કર્યો, પરંતુ અંતે પંજાબ કિંગ્સે તેના પર મોટો દાવ રમીને બધાને ચોંકાવી દીધા. ધવનની બેઝ પ્રાઈસ 2 કરોડ હતી, પરંતુ પંજાબે તેના પર 8 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. શરૂઆતમાં રાજસ્થાને પણ તેમને ખરીદવાની તૈયારી દર્શાવી હતી. રાજસ્થાને 4 કરોડ 80 લાખ સુધીની બોલી લગાવી, પરંતુ પછી પાછળ હટી ગયું.
ત્યારબાદ દિલ્હી અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર શરૂ થઈ. દિલ્હીએ ધવનની બોલી 8 કરોડ સુધી કરી, પરંતુ પંજાબ કિંગ્સે હજુ પણ હાર ન માની અને ધવનને તગડી રકમ સાથે પોતાની સાથે જોડી દીધો. તેણે ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સ માટે 16 મેચ રમી હતી અને દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેણે 3 અડધી સદીની મદદથી 587 રન બનાવ્યા હતા. તેણે અત્યાર સુધી રમાયેલી 192 મેચમાં 5784 રન પણ બનાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
