ભારતીય ફોર્મુલા વન ગ્રાન્ડ પ્રિક્સ 2014ના આયોજનમાં સંકટ
નવી દિલ્હી, 30 જુલાઇ : ભારતમાં આવતા વર્ષે યોજાનારી ભારતીય ફોર્મુલા વન ગ્રાન્ડ પિક્સ 2014ના આયોજન સામે સંકટ ઉભું થયું છે. આ અંગે ફોર્મુલા વનના પ્રમુખ બર્ની એકલસ્ટને જણાવ્યું કે ભારતમાં આવતા વર્ષે આ રેસિંગનું આયોજન થવાની સંભાવના નથી.
આ રેસ નવી દિલ્હી પાસેના ગૌતમ બુદ્ધ સર્કિટ પર આયોજિત કરવામાં આવી હતી. તેના આયોજનમાં શું અડચણો આવી રહી છે તે અંગે 82 વર્ષના બ્રિટનના અરબપતિ એકલસ્ટને જણાવ્યું કે "આ સંકટ પાછળ રાજકારણ જવાબદાર છે." દાયકાઓથી ફોર્મુલા વન રેસનું આયોજન કરી રહેલા બર્ની એકલસ્ટન જ આ રેસનું કેલેન્ડર તૈયાર કરે છે. તેઓ સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં કેલેન્ડર તૈયાર કરીને તેને ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ ફેડરેશન પાસે ઔપચારિક મંજૂરી માટે મોકલી આપે છે.

તેમણે જણાવ્યું કે આ વખતે ફોર્મુલા વન રેસના આયોજન માટે 22 જગ્યાઓએથી આવેદનો આવ્યા છે. જ્યારે આ રેસમાં ભાગ લેનારી ટીમ ઇચ્છે છે કે 20થી વધારે રેસ ના યોજવામાં આવે. હવે વર્ષ 2014ના અંતમાં રુસમાં 'સોચી'ના બ્લેક સી રિસોર્ટમાં પહેલી ફોર્મુલા વન રેસનું આયોજન થવાનું છે. ન્યુ જર્સીમાં પણ પહેલી વાર ફોર્મુલા વન રેસનું આયોજન થવાનું છે. ઉપરાંત ઓસ્ટ્રિયા પણ 11 વર્ષ બાદ આ રેસમાં પાછું ફરી રહ્યું છે.
ભારતમાં પ્રથમ ગ્રાં પ્રીનું આયોજન વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભારતમાં 27 ઓક્ટોબરના રોજ ગ્રાં પ્રી રેસ યોજવામાં આવશે. 19 રેસોવાળી આ રેસનો 19મો રાઉન્ડ ભારતમાં યોજાશે. ભારતમાં અત્યાર સુધીમાં બે રેસ યોજાઇ છે અને બંને રેસ રેડ બુલ ટીમના સેબેસ્ટિન ફેટેલે જીતી છે.
ભારતમાં એફ1ના આયોજક જેપી સ્પોર્ટ્સ ઇન્ટરનેશનલે આવતા વર્ષે યોજાનારી રેસ અંગે મીડિયા અટકળોને સંપૂર્ણ રીતે નિરાધાર અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. આ અંગે ગયા મહિને જેપી સ્પોર્ટ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં પ્રવક્તા અસકરી જૈદીએ જણાવ્યું હતું કે "ફોર્મુલા વન આયોજનની જે સમજુતિ થઇ છે તેની અવધિ 2015 સુધીની છે. અમે આ સમજુતિ પર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ. આ કારણે રેસના આયોજનમાં પાછીપાની કરવાનો કોઇ પ્રશ્ન ઉભો થતો નથી."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
