IND vs WI : છેલ્લા વન ડેમાં શિખર ધવન પાસે ઇતિહાસ રચવાનો મોકો, કોહલી ક્લબમાં સામેલ થવાની તક!
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 27 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. જ્યારે ભારતની નજર આ મેચ જીતીને ક્લીન સ્વીપ પર હશે.
પોર્ટ ઓફ સ્પેન : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 27 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. જ્યારે ભારતની નજર આ મેચ જીતીને ક્લીન સ્વીપ પર હશે. બીજી તરફ વિન્ડીઝ આત્મસન્માન બચાવવા આ મેચ જીતવા માંગશે. ભારતીય કેપ્ટન શિખર ધવન પાસે છેલ્લી વનડેમાં ઈતિહાસ રચવાની તક છે. ગબ્બર ત્રીજી વનડે જીતતાની સાથે જ વિરાટ કોહલીની ખાસ ક્લબમાં જોડાઈ જશે.


ધવન પાસે આ મોટો રેકોર્ડ બનાવવાનો મોકો
જો ભારત ત્રીજી મેચ જીતીને વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કરે છે તો તે બીજી વખત બનશે કે ભારત એક જ ધરતી પર ODI શ્રેણીની તમામ મેચોમાં વિન્ડીઝને હરાવશે. ભારતે વર્ષ 2019માં વિરાટ કોહલીની કપ્તાનીમાં વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો હતો. ભારતે આ પ્રવાસની પ્રથમ અને બીજી મેચ જીતીને શ્રેણી જીતી લીધી હતી. છેલ્લી મેચ સંપૂર્ણ રીતે રમી શકાઈ ન હતી અને ભારતે શ્રેણી 2-0થી જીતી લીધી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ભારતમાં વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કર્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2021/22માં રમાયેલી ODI શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું.

પ્રથમ વનડેની સ્થિતિ
ભારતે પ્રથમ વનડે 3 વિકેટે જીતી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ નિર્ધારિત ઓવરમાં 305 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શિખર ધવને 97, શુભમન ગિલે 64, શ્રેયસ અય્યરે 54 અને દીપક હુડ્ડાએ 27 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. બીજી તરફ વિન્ડીઝ ટીમ તરફથી કાયલ મેયર્સે 75, શમરાહ બ્રુક્સે 46 અને બ્રાન્ડોન કિંગે 54 રન બનાવ્યા હતા.

બીજા વનડેની સ્થિતિ
ભારતે બીજી વનડે 2 વિકેટે જીતી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. ઓપનર શાઈ હોપે 135 બોલમાં 115 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય કાયલ મેયર્સે 23 બોલમાં 39, શમરાહ બ્રુક્સે 36 બોલમાં 35, બ્રાન્ડોન કિંગે 0, કેપ્ટન નિકોલસ પૂરને 77 બોલમાં 74 અને રોવમેન પોવેલે 10 બોલમાં 13 રન બનાવ્યા હતા. રોમારિયો શેફર્ડ 15 અને અકીલ હુસેને 6 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3 જ્યારે દીપક હુડા, અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.

અક્ષર પટેલની શાનદાર ઇનિંગ્સ
312 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી. ધવન અને ગિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 48 રનની ભાગીદારી થઈ હતી. શિખર 11મી ઓવરમાં 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેના સિવાય શુભમન ગિલ 49 બોલમાં 43, શ્રેયસ અય્યરે 71 બોલમાં 63, સૂર્યકુમાર યાદવે 8 બોલમાં 9, સંજુ સેમસને 51 બોલમાં 54, દીપક હુડ્ડાએ 36 બોલમાં 33, શાર્દુલ ઠાકુરે 3 અને અવેશ ખાને 10 રન કર્યા હતા. અક્ષર પટેલ 64 અને મોહમ્મદ સિરાજ 1 રન બનાવીને અણનમ રહ્યા હતા.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
