IND vs SA : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેનો પહેલો T20 મુકાબલો વરસાદમાં ધોવાયો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાઈ રહેલી T20 સિરીઝનો પહેલો મુકાબલો વરસાદમાં ધોવાઈ ગયો છે. પ્રથમ T20 મેચને લઈને દરેક લોકો ઉત્સાહિત હતા પરંતુ વરસાદે પાણી ફેરવી દીધુ.
અહેવાલો અનુસાર, ડરબનમાં લાંબા સમય સુધી ભારે વરસાદ જોવા મળ્યો. અમ્પાયરોએ રાહ જોયા બાદ ફણ કેટલાક ખરાબ સમાચારો મળતા મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો.

વરસાદ પછી અમ્પાયરોએ બે કલાક સુધી રાહ જોઈ પરંતુ કોઈ ફાયદો થયો નહીં અને આખરે મેચ રદ જાહેર કરવામાં આવી. વરસાદના કારણે ટી-20 શ્રેણીની શરૂઆત ખરાબ રહી છે.
મેચમાં ઓવરનો કટ ઓફ સમય રાત્રે 8.10 વાગ્યાનો હતો. આ પછી સમય પસાર થયો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મેચ રદ્દ થવાની શક્યતાઓ વધતી ગઈ. લગભગ 2 કલાક પછી અટકળો શરૂ થઈ હતી કે મેચ રદ થઈ જશે.
હવે 3 T20 મેચોની શ્રેણીમાં વધુ બે મેચ બાકી છે. આ પછી વનડે શ્રેણી રમાશે. જો ટોસ થયો હોત તો મેચ 5 ઓવર રમાઈ શકી હોત, પરંતુ વરસાદ બંધ થયા બાદ ગ્રાઉન્ડ રિપેર કરવામાં સમય લાગશે, આ જોઈને અમ્પાયરોએ મેચ રદ્દ કરવાની જાહેરાત કરી દીધી.
સ્ટેડિયમમાં હાજર દર્શકો ઇચ્છતા હતા કે મેચ શરૂ થાય અને રમતનો આનંદ મળે. ચાહકો અપેક્ષા રાખતા હતા કે ઓવરો ફેંકાયા બાદ મેચ થશે અને ચોગ્ગા અને છગ્ગા સાથે મનોરંજન થશે પરંતુ એવું થયું નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
