IND vs SA : 10 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝ, જાણો કોનું પલ્લુ ભારે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 10 ડિસેમ્બરથી ટી-20 સિરીઝ રમાવા જઈ રહી છે. બન્ને ટીમો 10 ડિસેમ્બરે ડરબનમાં મેદાન પર ટકરાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે અને સૂર્યકુમાર યાદવને T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. સૂર્યકુમાર હાલ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં કેપ્ટન છે.

ભારતે આ શ્રેણી જીતી લીધી છે અને હવે છેલ્લી મેચ રમવાની બાકી છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતનો અત્યારસુધીનો રેકોર્ડ એકંદરે સારો રહ્યો છે.
T20 ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા પર ભારતનો દબદબો જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે અત્યાર સુધીમાં કુલ 24 મેચ રમી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 13 મેચ જીતી છે અને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
બંને ટીમો વચ્ચે છેલ્લી T20 મેચ ઓક્ટોબર 2022માં રમાઈ હતી, જેમાં ભારતને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ T20 રન બનાવવામાં રોહિત શર્મા ટોપ પર છે. જો કે રોહિત આ વખતે સિરીઝનો ભાગ નથી. વિરાટ કોહલી અને રોહિત શર્માને બ્રેક આપવામાં આવ્યો છે. રોહિત અને વિરાટ દક્ષિણ આફ્રિકા સામેની વનડે અને ટી-20 સિરીઝમાં નહીં રમે.
રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે 17 ટી20 મેચમાં 420 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 2 અડધી સદી ફટકારી છે.
જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ T20 વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં ભુવનેશ્વર કુમાર ટોપ પર છે. ભુવનેશ્વરે 12 મેચમાં 14 વિકેટ લીધી છે. બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે. અશ્વિને 10 મેચમાં 11 વિકેટ લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
