IND vs SA : સાઉથ આફ્રિકાનો ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય, જાણો બન્ને પ્લેઈંગ ઈલેવન
T20 સિરીઝ બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે સિરીઝ શરૂ થઈ રહી છે. સિરીઝના પહેલા મુકાબલામાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો જીત સાથે શ્રેણીની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.

આ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T-20 શ્રેણી એક-એકથી ડ્રો સાથે સમાપ્ત થઈ હતી. કેએલ રાહુલ વન ડેમાં ભારત માટે ટીમનું સુકાન સંભાળી રહ્યો છે.
કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ યુવાનો સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ ભારતીય ટીમનો ભાગ નથી. આ સ્થિતિમાં યુવા ખેલાડીઓને પોતાની તાકાત બતાવવાની તક મળશે.
બીજી તરફ કેએલ રાહુલ તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ માટે વધુ સારું પ્રદર્શન કરવા માંગશે. જણાવી દઈએ કે, ફેન્સ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વન ડે મેચ નિ:શુલ્ક જોઈ શકે છે. આ શ્રેણીના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચ લાઈવ જોઈ શકાશે.
આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સિવાય ફેન્સ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફ્રીમાં મેચની મજા માણી શકે છે. ડિઝની પ્લસ હોટસ્ટારે મોબાઇલ વપરાશકર્તાઓ માટે આ શ્રેણીને મફતમાં સ્ટ્રીમ કરવાનું નક્કી કર્યું છે.
જણાવી દઈએ કે, કાગિસો રબાડા અને એનરિક નોખિયા આ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમમાં ઉપલબ્ધ નથી. આ સ્થિતિમાં ભારતીય બેટ્સમેનોને પોતાની તાકાત બતાવવાની પૂરતી તક મળશે.
ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે યુવા ખેલાડીઓ દક્ષિણ આફ્રિકાના બોલિંગ આક્રમણ સામે વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહેશે, આ યુવા ખેલાડીઓને ભારતીય ટીમના ભાવિ સ્ટાર માનવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ટીમ માટે રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન
રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્ઝી, રાસી વાન ડેર ડ્યુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકિપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર, તબરેઝ શમ્સી
ભારત પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ (વિકેટકિપર/કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
