IND vs SA : સાઈ સુદર્શને ડેબ્યૂ મેચમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ, આવુ કરનારો પહેલો ઓપનર બન્યો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વન ડે સિરીઝના પહેલા મુકાબલમાં ભારતે શાનદાર જીત સાથે સિરીઝની શરૂઆત કરી છે. આ મેચમાં સાઈ સુદર્શનના નામે અનોખો રેકોર્ડ નોંધાયો છે.
સાઈ સુદર્શને જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે વન ડે ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી.

સાઈ સુદર્શન આ અડધી સદી સાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વન ડે ડેબ્યૂમાં પચાસથી વધુ રન બનાવનારો ચોથો ખેલાડી બન્યો છે. સુદર્શને માત્ર 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ભારતને 8 વિકેટે જીત અપાવી દીધી.
કેપ્ટન કેએલ રાહુલે તેને કેપ આપી ત્યારે સાઈ ભારતીય જર્સી પહેરનાર 400મો ખેલાડી બન્યો. આ મેચમાં દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ તે બેટિંગ માટે ઉતર્યો હતો. અર્શદીપ સિંહ અને આવેશ ખાને આફ્રિકાની બેટિંગ લાઇનઅપ તોડી નાખી હતી.
ટાર્ગેટનો પીછો કરતા સાઈ સુદર્શન રૂતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ માટે આવ્યો હતો. સાઈએ તેની ઈનિંગ્સની શરૂઆત શાનદાર કવર ડ્રાઈવથી કરી. રુતુરાજના આઉટ થયા પછી સાઈએ એ સુનિશ્ચિત કરવાની જવાબદારી લીધી કે ભારતને રન ચેઝમાં કોઈ આંચકો ન લાગે
વન ડે ડેબ્યૂમાં 50 થી વધુ રન બનાવનારા ભારતીય ઓપનર
રોબિન ઉથપ્પા - 2006માં ઈંગ્લેન્ડ સામે 86 રન
કેએલ રાહુલ - 2016માં ઝિમ્બાબ્વે સામે 100* રન
ફૈઝ ફઝલ - 2016માં ઝિમ્બાબ્વે સામે 55*
સાઈ સુદર્શન - 2023માં દક્ષિણ આફ્રિકા સામે 55* રન
સાઈએ માત્ર 41 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ડેબ્યૂ મેચમાં 50 પ્લસનો સ્કોર કરનાર 17મો ભારતીય બેટ્સમેન બન્યો. તે વન ડે ડેબ્યૂમાં અડધી સદી ફટકારનાર ચોથો ભારતીય ઓપનર પણ બન્યો છે. તેણે શ્રેયસ અય્યર સાથે 88 રનની ભાગીદારી કરી.
-
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
