IND vs SA : કેએલ રાહુલે સાઉથ આફ્રિકાની ધરતી પર મોટો ઇતિહાસ રચ્યો, આવુ કરીને કોહલીની બરાબરી કરી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વન ડે સિરીઝના છેલ્લા મુકાબલામાં ભારતે 2-1 થી સિરીઝ પર કબ્જો કર્યો છે. આ જીત સાથે કેએલ રાહુલે ઇતિહાસ રચ્યો છે.
કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા સિરીઝ જીત સાથે જ એક વિશિષ્ટ ક્લબમાં સામેલ થયો છે. ટીમ ઈન્ડિયાએ આફ્રિકાની ધરતી પર બીજી વખત વનડે શ્રેણી જીતી છે.

વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી દીતી હતી. હવે કેએલ રાહુલ આ મહત્વની ક્લબમાં જોડાઈ ગયો છે. કોહલી અને રાહુલ એકમાત્ર એવા બે ભારતીય કપ્તાન છે જેમણે દક્ષિણ આફ્રિકામાં તેમની કપ્તાનીમાં વનડે શ્રેણી જીતી છે.
છેલ્લા 21 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં દ્વિપક્ષીય શ્રેણી જીતી હોય. અઝહરુદ્દીને આફ્રિકામાં પ્રથમ વખત ભારતનું નેતૃત્વ કર્યું હતું પરંતુ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ઘણા કેપ્ટન આવ્યા પરંતુ સિરીઝ જીતવામા અસફળ રહ્યાં.
2017-18માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આફ્રિકા ગઈ હતી અને વનડે શ્રેણી જીતી હતી. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે હરાવીને 5-1થી સિરીઝ જીતી હતી. ધોની પણ બે વખત ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે, પરંતુ તે પણ સફળ થઈ શક્યો નહીં.
2022માં કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો પરંતુ ત્યાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ફરીથી કેએલ રાહુલને સુકાની બનવાની તક મળી અને ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને યજમાન ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો અને શ્રેણી 2-1થી સિરીઝ જીતી લીધી.
યુવા ટીમે આફ્રિકાને ઘ આંગણે ખરાબ રીતે હરાવ્યું છે. આ પહેલા સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં T20 સિરીઝ ટાઈ થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
