IND vs SA : અર્શદિપ-આવેશ સામે સાઉથ આફ્રિકા ઢેર, ભારતની આશાન જીત
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલા વન ડે સિરીઝના પહેલા મુકાબલામાં ભારતે આશાન જીત સાથે સિરીઝમાં સરસાઈ મેળવી લીધી છે.
ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ કોઈ ગલી ક્રિકેટની જેમ વિખેરાતી જોવા મળી. ટીમ પુરી 30 ઓવર પણ ન રમી શકી અને 116 રન બનાવીને તમામ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા.

ભારતના બોલરોએ ફરીથી તેની ઘાતક બોલિંગથી તમામને ચૌકાવ્યા અને વિરોધી ટીમને પત્તાના મહેલની જેમ ધરાસાઈ કરી દીધી. આફ્રિકાએ શરૂઆતથી જ વિકેટો ગુમાવી અને ઓલઆઉટ થઈ ગઈ.
ભારત તરફથી અર્શદિપ સિંહ અને આવેશ ખાન હુકમના એક્કા સાબિક થયા અને બન્નેએ આફ્રિકન ટીમને સસ્તામાં ઓલઆઉટ કરવામાં સૌથી મોટો ફાળો આવ્યો.
આ ઈનિંગમાં અર્શદિપ સિંહે 5 અને આવેશ ખાને 4 વિકેટ ઝડપી. આ સિવાય એક વિકેટ કુલદીપ યાદવના ખાતામાં આવી. આમ સાઉથ આફ્રિકાની ટીમ 27.3 ઓવરમાં 116 રન જ બનાવી શકી.
બીજી તરફ ભારતીય ટીમ બેટિંગ માટે ઉતરી તો શરૂઆતમાં ઋતુરાજ ગાયકવાડના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો. જો કે આ પછી દક્ષિણ આફ્રિકી બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા અને ભારતીય ટીમે 8 વિકેટે આશાન જીત મેળવી લીધી.
ભારત તરફથી શ્રેયસ અય્યર અને સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી. અય્યર અને સાઈ સુદર્શનને અનુક્રમે 52 અને 55 રનની ઈનિંગ રમી. આમ ભારતે આ મેચને માત્ર 16.4 ઓવરમાં મેચ પોતાના નામે કરી લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
