Ind vs Pak : ભારત-પાક હાઇ-વોલ્ટેજ મેચમાં કોનું પલ્લુ ભારે? આ રહ્યાં તમામ આંકડા?
ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારત અને પાકિસ્તાન 24 ઓક્ટોબરે ટકરાશે. ક્રિકેટ ચાહકો આ હાઇ-વોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 2019 વનડે વર્લ્ડ કપ બાદ બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે.
ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારત અને પાકિસ્તાન 24 ઓક્ટોબરે ટકરાશે. ક્રિકેટ ચાહકો આ હાઇ-વોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 2019 વનડે વર્લ્ડ કપ બાદ બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. બંને દેશો વચ્ચે રાજકીય તણાવને કારણે એક દાયકાથી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી નથી યોજાઈ. ભારત અને પાકિસ્તાન માત્ર આઈસીસી ટુર્નામેન્ટમાં જ સામસામે આવે છે. આ સ્થિતિમાં જ્યારે પણ આ બે ટીમો ટકરાશે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ પહોંચે તે સ્વભાવિક છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ આઠ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતીય ટીમ પાકિસ્તાન પર હાવી રહી છે. આ 8 મેચમાં ભારતે 6 મેચ જીતી છે અને પાકિસ્તાન માત્ર એક જ વાર જીતી શક્યું છે. એક મેચનું પરિણામ આવ્યું નથી. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વન ડેમાં 132 વખત સામસામે આવ્યા છે. જેમાં પાકિસ્તાને 73 અને ભારતની 55 વન ડેમાં જીત થઈ છે. 4 મેચ રદ કરવામાં આવી હતી. આ સિવાય બંને ટીમો 59 ટેસ્ટ રમી છે. જેમાં ભારતે 9 અને પાકિસ્તાને 12 વખત જીત મેળવી છે. 38 ટેસ્ટ ડ્રો રહી છે.
ભારતે પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં લાંબા સમયથી દબદબો કાયમ રાખ્યો છે. પાકિસ્તાની ટીમ વનડે અને ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે ક્યારેય સફળતા હાંસલ કરી શકી નથી. બંને ટીમોએ વનડે વર્લ્ડ કપમાં 7 મેચ રમી છે અને ભારતે દરેક વખતે જીત મેળવી છે. બંનેની છેલ્લી ટક્કર ઈંગ્લેન્ડમાં વનડે વર્લ્ડ કપમાં થઈ હતી, જેમાં ભારતે 89 રનથી જીત મેળવી હતી. બીજી તરફ ટી 20 વર્લ્ડ કપમાં બંને ટીમો 5 વખત ટકરાઈ છે અને ભારતીય ટીમે તમામ મેચમાં જીત મેળવી છે. બંને ટીમો છેલ્લે કોલકાતામાં 2016 માં ટી-20 વર્લ્ડ કપમાં ટકરાઈ હતી. ભારતે આ મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
