IND vs PAK : વિવાદોથી ભરેલો છે ભારત-પાકિસ્તાન ક્રિકેટનો ઇતિહાસ, આ છે સૌથી મોટા વિવાદ
ભારતમાં વર્લ્ડ કપની શરૂઆતથી જ ક્રિકેટ ફિવર છવાયો અને ભારત-પાકિસ્તાન ભીડાવા જઈ રહ્યા છે ત્યારે આ ઉત્સાહ 100 ગણો વધી જાય છે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનની ગ્રેટ રાયવલરી વિવાદોથી ભરેલી છે.
ભારત અને પાકિસ્તાન ન માત્ર સરહદ પર લડે છે પરંતુ ક્રિકેટના મેદાન પર પણ ઘણા વિવાદ થતા રહ્યા છે. બન્ને દેશોના ખેલાડીઓ વચ્ચે ઘણી વખત એવો સમય આવ્યો છે જ્યારે મોટા વિવાદ સર્જાયા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2004 - બર્મિંગહામ
2004 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન રાહુલ દ્રવિડ અને શોએબ અખ્તર વચ્ચે મોટી બબાલ સર્જાઈ હતી. અહીં શોએબ અખ્તર રાહુલ દ્રવિડના રન અપ વચ્ચે આવીને જાણી જોઈને ઉભો રહી જતા બન્ને અથડાયા હતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે વચ્ચે પડીને વિવાદ અટકાવ્યો હતો.
કાનપુર - 2007
2007માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં 5 ODI શ્રેણીની ત્રીજી મેચ રમાઈ હતી. અહીં ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે ગાળાગાળી થઈ હતી. શાહિદના બોલ પર ગંભીર સિંગલ માટે દોડી રહ્યો હતો. બંને વચ્ચે ટક્કર થઈ અને ગંભીરને ઈજા થતા તેને આફ્રિદીએ જાણી જોઈને આવું કર્યું હોવાનું લાગ્યુ અને બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ.
એશિયા કપ 2010
2010ના એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામેની મેચ જીતવા માટે છેલ્લા 7 બોલમાં 7 રન બનાવવાના હતા. અહીં શોએબ અખ્તરે હરભજન સિંહને બોલ ફેંકીને ઉશ્કેર્યો હતો. જે બાદ બન્ને વચ્ચે મેદાનમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. આ પછી હરભજન સિંહે આમિરના બોલ પર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી દીધી. જીત અપાવ્યા બાદ હરભજન સિંહે શોએબ અખ્તર સામે પોતાનું આક્રમક વલણ બતાવ્યું હતું.
2003 - વિરેન્દ્ર સેહવાગ અને શોએબ અખ્તર
2003માં એક મેચમાં શોએબ અખ્તરે વિરેન્દ્ર સેહવાગ સામે એક પછી એક બાઉન્સર ફેંક્યા હતા. જેથી તે શોટ રમીને આઉટ થઈ શકે. શોએબની હરકતોથી નિરાશ થઈને સેહવાગ અખ્તર પાસે ગયો અને કહ્યું કે, જો તારામાં હિંમત હોય તો નોન-સ્ટ્રાઈકરના છેડે સચિનને બાઉન્સર ફેંક. આ પછી જ્યારે સચિને શોએબના બાઉન્સર પર સિક્સર ફટકારી તો સેહવાગે કહ્યું કે, બાપ બાપ હોતા હૈ ઓર બેટા બેટા હોતા હૈ.
2010 એશિયા કપ
2010 એશિયા કપ દરમિયાન પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલ બેટિંગ કરી રહેલા ગૌતમ ગંભીરને બિનજરૂરી અપીલ કરીને હેરાન કરી રહ્યો હતો. ત્યારબાદ ગંભીર અને અકમલ વચ્ચે બોલાચાલી થઈ. આખરે ધોનીએ દરમિયાનગીરી કરવી પડી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
