IND vs NZ : શુભમન ગિલ સૌથી ઝડપી 2 હજાર રન બનાવનારો ખેલાડી બન્યો, ઘણા દિગ્ગજોને પાછળ છોડ્યા
ભારતીય ઓપનર શુભમન ગિલ હાલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. જો કે આજે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો પરંતુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.
ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્મા અને શુભમન ગીલે ફરી એકવાર ટીમને સારી શરૂઆત અપાવી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન શુભમન ગિલે આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

શુભમન ગિલ ODI ઈતિહાસમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. શુભમન ગિલ માત્ર 38 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કરવામાં સફળ રહ્યો છે. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હાશિમ અમલાના નામે હતો.
હાશિમ અમલાએ વર્ષ 2011માં 38 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા હતા. 12 વર્ષ પછી એટલે કે વર્ષ 2023માં ગિલે અમલાનો આ રેકોર્ડ તોડ્યો છે. ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાના મામલે શુભમન ગિલ સૌથી ઉપર પહોંચ્યો છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 45 ઇનિંગ્સમાં ODI ક્રિકેટમાં પોતાના 2000 રન પૂરા કર્યા હતા. શુભમન ગીલે બાબર આઝમને પાછળ છોડ્યો છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવેલા શુભમન ગિલે વિસ્ફોટક બેટિંગ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો.
સૌથી ઝડપી 2000 ODI રન
38 ઈનિંગ્સ - શુભમન ગિલ
40 ઈનિંગ્સ - હાશિમ અમલા
45 ઈનિંગ્સ - ઝહીર અબ્બાસ
45 ઇનિંગ્સ - કેવિન પીટરસન
45 ઈનિંગ્સ - બાબર આઝમ
45 ઇનિંગ્સ - રાસી વાન ડેર ડ્યુસેન
ભારત માટે સૌથી નાની ઉંમરે 2,000 ODI રન બનાવનારા ખેલાડી
20 વર્ષ, 354 દિવસ - સચિન તેંડુલકર
22 વર્ષ, 51 દિવસ - યુવરાજ સિંહ
22 વર્ષ, 215 દિવસ - વિરાટ કોહલી
23 વર્ષ, 45 દિવસ - સુરેશ રૈના
24 વર્ષ, 44 દિવસ - શુભમન ગિલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
