IND vs ENG : રવિન્દ્ર જાડેજાએ ઘરેલુ મેદાન પર ઇતિહાસ રચ્યો, આવુ કરનારો માત્ર પાંચમો ખેલાડી બન્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. પહેલા બેટથી સદી અને હવે તેને બોલથી ધમાલ મચાવી છે.
રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કરતા જ ભારતની ધરતી પર 200 ટેસ્ટ વિકેટ લેનાર પાંચમો ખેલાડી બન્યો છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે.

ત્રીજા દિવસે લંચ બાદ જાડેજાએ સ્ટોક્સને પેવેલિયન પરત મોકલી ભારતને મોટી સફળતા અપાવી હતી. રાજકોટમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલા જાડેજાએ સ્ટોક્સને મોટો શોટ રમવા માટે મજબૂર કર્યો અને લોંગ ઓન પર બુમરાહને પોતાની વિકેટ આપી દીધી.
70 ટેસ્ટ મેચમાં 282 વિકેટ
સ્ટોક્સના આઉટ થયા બાદ જાડેજાએ ટોમ હાર્ટલીને આઉટ કરીને 201 વિકેટ લીધી. ત્રીજા દિવસે ભારતે ઈંગ્લેન્ડ પર દબાણ બનાવ્યું છે. જાડેજાએ ભારત માટે 70 ટેસ્ટ મેચોમાં 282 વિકેટ લીધી છે, જ્યારે 3005 રન પણ બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 ઓલરાઉન્ડર જાડેજા રાજકોટમાં શાનદાર ફોર્મમાં છે. 35 વર્ષીય ખેલાડીએ પ્રથમ દાવમાં તેની ચોથી ટેસ્ટ સદી ફટકારી અને ભારતને 445 રન બનાવવામાં મદદ કરી. તેણે 125 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 112 રન બનાવ્યા. જાડેજા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડીને ઈંગ્લેન્ડ સામે 1000 ટેસ્ટ રન બનાવનાર 15મો ભારતીય બન્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
