IND vs ENG : છેલ્લી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, દિગ્ગજની વાપસી સાથે એક ખેલાડી બહાર
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતે અજેય બઢત મેળવી લીધી છે. જો તે તેમ છત્તા પણ ટીમ ઈન્ડિયા વિજય સાથે સિરીઝને પુરી કરવા મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ધર્મશાલામાં પાંચમી ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. એક ખેલાડી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. રાંચી ટેસ્ટ માટે આરામ આપવામાં આવેલ જસપ્રીત બુમરાહ ટીમમાં પાછો ફર્યો છે. તે અંતિમ ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.

બુમરાહને આરામ આપવાનો નિર્ણય તેના વર્કલોડને નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યો હતો અને તે રાંચીમાં રમ્યો ન હતો.
ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. ટીમ ઈન્ડિયા હાલમાં ટેસ્ટ સિરીઝમાં 3-1થી વિજયી લીડ સાથે આગળ છે.
ક્વાડ્રિસેપ્સની ઈજાથી બહાર રહેલો કેએલ રાહુલ ધર્મશાલા ટેસ્ટ મેચ માટે ફિટ નથી. હૈદરાબાદ ટેસ્ટ મેચ બાદથી રાહુલ બહાર છે. છેલ્લી ત્રણ મેચમાં રમી ન શકનાર કેએલ રાહુલ હવે છેલ્લી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. મતલબ કે ટીમ ઈન્ડિયા યુવા ખેલાડીઓ સાથે ફરી મેદાનમાં ઉતરશે.
આ દરમિયાન વોશિંગ્ટન સુંદરને તામિલનાડુની રણજી ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં મુંબઈ સામે 2 માર્ચથી રમવા માટે ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો સુંદર ઘરેલું મેચો પૂરી થયા બાદ ધર્મશાલામાં ટેસ્ટ ટીમ સાથે જોડાશે.
પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), દેવદત્ત પડિકલ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
