IND vs AUS : પહેલા વન ડેમાં ભારતની 5 વિકેટે જીત, કેએલ-જાડેજાએ બાજી સંભાળી
ભારતે પહેલી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને 1-0ની સરસાઈ મેળવી લીધી છે. અહીં કેએલ રાહુલ અને જાડેજાએ ભારતને જીત અપાવી હતી.
મુંબઈ : મુંબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા પહેલા વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યુ છે. આ લો સ્કોરર મેચમાં પહેલી ઈનિંગ્સમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 188 રનમાં આઉટ કરી દીધુ હતું.

ઓસ્ટ્રેલિયા સસ્તામાં સમેટાયા બાદ ભારતીય ટીમની બેટિંગ પણ સાધારણ જોવા મળી હતી. ઓપનર સહિત મહત્વના બેટ્સમેનો રસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારતની શરૂઆતની વિકેટો ઝટકી હતી. ત્યારબાદ કેએલ રાહુલ અને જાડેજાએ ભારતને 5 વિકેટે મેચ જીતાડી હતી.
ભારતને સૌથી પહેલા ઈશાન કિશનના રૂપમાં ઝટકો લાગ્યો. તે 3 રન બનાવીને માર્કસ સ્ટોઇનિસના હાથે આઉટ થયો હતો. જે બાદ વિરાટ કોહલી 4 રન બનાવીને સ્ટાર્કનો શિકાર બન્યો. તેના આગલા બોલ પર સૂર્યકુમાર યાદવ એલબીડબ્લ્યુ આઉટ થયો. આગળ જતા શુભમન ગિલે હવામાં શોટ રમીને 20 રન પર પોતાની વિકેટ ગુમાવી હતી. અહીં ભારતની 39 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી.
જો કે અહીંથી કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ ઇનિંગ્સને આગળ ધપાવી પરંતુ પંડ્યા પણ 25 રન બનાવીને આઉટ થયો. આ સમયે ભારતનો સ્કોર 83માં 5 વિકેટ હતો. અહીંથી રાહુલ અને જાડેજાએ સદીની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી અને 5 વિકેટે જીત અપાવી. રાહુલે અણનમ 75 રન બનાવ્યા અને જાડેજા 45 રન સાથે અણનમ રહ્યો.
ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ પોતાના નામે કરી. આ સિવાય માર્કસ સ્ટોઈનિસને પણ 2 વિકેટ લીધી. પ્રથમ મેચ જીતીને ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
