ICC T20I Ranking : T20 રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, બોલરોએ નિરાશ કર્યા
ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજા ટી20 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની ચર્ચા વચ્ચે આઈસીસીની નવી T20 રેન્કિંગ સામે આવી છે.
લેટેસ્ટ આઈસીસી રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહ છવાયા છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજા T20 મુકાબલામાં ઝડપી અડધી સદીનો બન્નેને ફાયદો થયો છે.

સૂર્યકુમારે ICC મેન T20I બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર છે ત્યારે રિંકુ 46 સ્થાનની છલાંગ લગાવીને 59માં સ્થાને પહોંચ્યો છે. સુર્યકુમાર યાદવ આ લિસ્ટમાં 865 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે.
આ લિસ્ટમાં બીજા સ્થાને 787 રેટિંગ પોઈન્ટ્સ સાથે મોહમ્મદ રિઝવાન છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના T20I કેપ્ટન એડન માર્કરામ 758 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સૂર્યકુમારે દક્ષિણ આફ્રિકા સામે માત્ર 36 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી.
બીજા T20 મુકાબલમાં રિંકુ સિંહના પ્રદર્શને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનું કદ ઊંચું કર્યું છે. તે 464 રેટિંગ પોઈન્ટ્સ સાથે 59માં સ્થાને પહોંચ્યો છે. તે ફરી એકવાર ફિનિશર બની રહ્યો છે. ધોની બાદ આ જગ્યા સતત ખાલી હતી.
તિલક વર્મા પણ 476 રેટિંગ પોઈન્ટ સાથે બેટ્સમેનોમાં ICC T20I રેન્કિંગમાં 10 સ્થાન આગળ વધીને 55માં સ્થાને પહોંચ્યો છે. દક્ષિણ આફ્રિકાના દૃષ્ટિકોણથી ઓપનિંગ બેટ્સમેન રીઝા હેન્ડ્રિક્સે ફરી એકવાર સાબિત કર્યું કે તે ટૂંકા ફોર્મેટમાં શાનદાર ખેલાડી છે.
રીઝા હેન્ડ્રિક્સની માત્ર 27 બોલમાં 49 રનની ઈનિંગની મદદથી મેચ સરળતાથી જીતવામાં મદદ મળી. હેન્ડ્રીક્સ બેટ્સમેનોમાં ICC T20I રેન્કિંગમાં આઠમા સ્થાને પહોંચી ગયો છે અને હવે તેના 674 રેટિંગ પોઈન્ટ્સ છે.
બીજી તરફ બોલિંગમાં ભારતીય બોલરોએ થોડા નિરાશ કર્યા છે. આ લિસ્ટમાં રવિ બિશ્નોઈ ટોપ પર છે અને ટોપ ટેનમાં તે એકમાત્ર બોલર છે. આ પછી અક્ષર પટેલનું નામ 13માં સ્થાને છે. અર્શદીપ સિંહ 23મા સ્થાને પહોંચ્યો છે.
ભારતનો ડાબોડી બોલર કુલદીપ યાદવ આ યાદીમાં પાંચ સ્થાન આગળ વધીને 32મા ક્રમે છે, જ્યારે માર્કરામ ઓલરાઉન્ડરોની તાજેતરની T20I રેન્કિંગમાં ભારતના રવિન્દ્ર જાડેજાથી બે સ્થાન આગળ વધીને બીજા ક્રમે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
