ટી-20 વર્લ્ડ કપ: ભારત-પાકની રોમાંચક મેચ, ભારતને મળ્યું 131 રનનું લક્ષ્યાંક
મીરપુર, 21 માર્ચ: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટ્વેન્ટી-20 મેચ રમાઇ રહી છે. જેને લઇને બંને ટીમના ખેલાડીઓ અને બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓ પણ ભારે ઉત્સાહીત છે. આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની વિરુધ્ધ પહેલા મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયા આ મેચમાં ત્રણ સ્પિનર રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને અમિત મિશ્રાની સાથે મેદાનમાં ઉતરી છે.
ભારતે શરૂઆતથી જ પાકિસ્તાન પર દબાણ જમાવી લીધું હતું. પાકિસ્તાનની પહેલી વિકેટ બીજી જ ઓવરના 5 બોલે પડી હતી. કામરન અકમલની ભુવનેશ્વર કુમારની ઓવરમાં રન આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ હાફીસની વિકેટ જાડેજાની ઓવરમાં ભુવી કુમારના હાથે કેચ આઉટ થઇ. જ્યારે પાકિસ્તાનની ત્રીજી વિકેટ અમીત મિશ્રાની ઓવરમાં એહમદ સહેજાદ ધોની દ્વારા સ્પમ્પ આઉટ થયો. હાલમાં પાકિસ્તાન ભારત સામે પૂરતું લક્ષ્યાંક રાખવા માટેની મહેનત કરી રહ્યું છે. નિર્ધારિત 20 ઓવરમાં પાકિસ્તાન 7 વિકેટના નુકસાન પર 130 રન બનાવી શક્યું હતું અને ભારત સામે 131 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.
ભારત તરફથી અમીત મિશ્રાએ 2 વિકેટ લીધી હતી, જ્યારે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લઇને સંતોષ માન્યો હતો. પાકિસ્તાન તરફથી ઉમર અકમલે 34 બોલમાં 33 રન બનાવ્યા હતા.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
