શ્રીલંકન ક્રિકેટ ટીમને ICC એ સસ્પેન્ડ કરી, જાણો કેમ કાર્યવાહી કરાઈ?
વર્લ્ડકપમાં કઈ ખાસ ન કરી શકનારી શ્રીલંકન ટીમ માટે વધુ એક ઝટકો આપતા સમાચાર આપ્યા છે. અહેવાલો અનુસાર, આઈસીસીએ શ્રીલંકન ટીમની સદસ્યતા રદ્દ કરી દીધી છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ચાલી રહેલી સરકારી દખલગીરીને કારણે ICCએ શ્રીલંકાની ક્રિકેટ ટીમને સસ્પેન્ડ કરી છે. હવે ટીમ કોઈ પણ ICC ઈવેન્ટ્સમાં ભાગ લઈ શકશે નહીં. ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સભ્યતા રદ કરી છે.

શ્રીલંકન ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉથલપાથલ ચાલી રહી છે. રમતગમત મંત્રાલયે બોર્ડને બરતરફ કરીને વચગાળાના અધ્યક્ષની નિમણૂક કરી હતી. આ પછી ICCએ પોતાની કાર્યવાહી કરી છે. હવે શ્રીલંકા પ્રતિબંધ ન હટે ત્યાં સુધી ICCની કોઈપણ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.
શ્રીલંકન સરકારના ખેલ મંત્રીએ હાલમાં જ પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. રણતુંગાને વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી આ કાર્યવાહી થવાના સંકેત મળ્યા હતા.
શ્રીલંકાના રમતગમત મંત્રી રોશન રણસિંઘે સાત સભ્યોની સમિતિ બનાવી છે. આમાં કેટલાક પૂર્વ જજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં ત્રણ જજ અને બે મહિલા સહિત સાત લોકો છે. અર્જુન રણતુંગા બોર્ડના વચગાળાના અધ્યક્ષ છે. ખેલ મંત્રાલયના હસ્તક્ષેપને કારણે આ કાર્યવાહી કરાઈ છે.
ICC સાથે જોડાયેલા ક્રિકેટ બોર્ડ કોઈ સરકારી કે રાજકીય હસ્તક્ષેપને મંજુરી નથી. આ શરતો હેઠળ આવે છે. જેના કારણે શ્રીલંકન ક્રિકેટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આવુ સસ્પેન્શન પહેલા પણ થયુ છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમને પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત સામેની હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારની દખલગીરી વધી ગઈ હતી. ત્યાંના નાગરિકોએ બોર્ડ ચેરમેનના ઘરનો ઘેરાવ કર્યો હતો. ભારતીય ટીમ સામે શ્રીલંકાનો 302 રને પરાજય થયો હતો. જે બાદ મામલો ગરમાયો હતો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?







Click it and Unblock the Notifications
