World test championship final : ભારત પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાના કેટલા ચાન્સ?
World test championship final : ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં હાલ બન્ને ટીમો બરાબરી પર છે. આ સિરીઝ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે મહત્વની છે.
ત્રીજી ટેસ્ટ પહેલા બન્ને ટીમોએ પુરી તૈયારી કરી છે. આ સિરીઝનું પરિણામ ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને માટે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી પહોચવા માટે ઘણુ મહત્વ રાખે છે.

એડિલેડ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી છે. હવે ટોચની ટીમ સાઉથ આફ્રિકા છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને પહોંચ્યુ છે. ટીમ ઈન્ડિયા માટે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે પરંતુ હજુ પણ સંભાવનાઓ બચી છે.
ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી શકે છે. આ માટે કેટલાક સમીકરણો પર આધાર રાખવો પડશે. ભારતીય ટીમે તેના શ્રેષ્ઠ સ્તર પર કામ કરવું પડશે. આ માટે ભારતે ઓસ્ટ્રેલિયા સામેની બાકીની ત્રણેય ટેસ્ટ જીતવી જરૂરી છે.
ઓસ્ટ્રેલિઆ સામે ભારત 4-1થી સિરીઝ જીતે છે પોઈન્ટમાં મોટો ઉછાળો આવશે. ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 64.04 હશે અને ઓસ્ટ્રેલિયાની ટીમ 55.26 જીતની ટકાવારી સાથે અટવાઈ જશે. આ પછી દક્ષિણ આફ્રિકાની ટીમ માટે એક સમીકરણ હશે.
ભારતીય ટીમ સામે સૌથી મોટો પડકાર દક્ષિણ આફ્રિકાની ટીમ હશે. આફ્રિકન ટીમ પાકિસ્તાન સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. જો પાકિસ્તાનની ટીમ બે મેચની શ્રેણીમાં એક મેચ જીતી જાય છે તો આફ્રિકાના 61.11 ટકા પોઈન્ટ હશે.
બીજી તરફ જો આફ્રિકન ટીમ 1-0 સાથે પાકિસ્તાન સામેની શ્રેણી જીતે છે તો જીતની ટકાવારી 63.89થી આગળ નહીં વધે. આ સ્થિતિમાં પણ ટીમ ઈન્ડિયા ટોપ પર રહેશે અને ટોપ પોઝીશન સાથે ફાઈનલમાં જઈ શકે છે.
જો દક્ષિણ આફ્રિકાની ટીમ 2-0થી જીતશે તો તે ટેબલમાં ભારતથી ઉપર જશે. ભારતને અન્ય કોઈ શરતમાં હરાવવાની કોઈ તક નહીં મળે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
