આઇપીએલનું આકર્ષણ, દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ
આઇપીએલ 6માં ચોગ્ગા છગ્ગાઓના વરસાદની સાથે મેદાન પર જોવા મળતા ક્રિકેટર્સની તેમના અનોખા અંદાજ અને હેર સ્ટાઇલના કારણે ઘણા જાણીતા બન્યા છે. જેમાં ભારતના વિરાટ કોહલી અને 'સર' રવિન્દ્ર જાડેજા સહિત વિદેશના ખેલાડીઓ જેમ કે, એસ નારાયણ, ક્રિસ ગેઇલ અને લસિથ મલિંગાએ લોકોમાં ખાસ્સુ એવું આકર્ષણ જમાવ્યું છે.
ચોક્કસપણે આ ખેલાડીઓ પોતાના પ્રદર્શનના કારણે યુવાનોમાં લોકપ્રિય બન્યા છે પરંતુ તેમની સ્ટાઇલ પણ લોકોને ઘણી પસંદ પડી છે. પોતાના પ્રદર્શનને લઇને યુવાઓનો આઇકોન બનેલો વિરાટ કોહલી એક એવું નામ છે જે, મેદાન પર પોતાની આક્રમકતા અને ચુસ્ત ફિલ્ડિંગ ઉપરાંત તેની હેર સ્ટાઇલના કારણે જાણીતો બન્યો છે, તેની આ અદાઓના કારણે જ ઘણી યુવતીઓ પણ તેની પ્રસંશક બની ગઇ છે. તો કોલકતા નાઇટ રાઇડર્સનો સ્પિન બોલર સુનીલ નારાયણ પોતાની સ્પિન બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને તાતા થૈયા તો કરાવે જ છે પરંતુ તેની 'મોહોક' હેર સ્ટાઇલે લોકોને તેના તરફ ધ્યાન ખેંચવા માટે મજબૂર કરી દીધા છે.
મુંબઇ ઇન્ડિયન્સનો સચિન તેંડુલકર, રોયલ ચેલેન્જર્સનો ક્રિસ ગેઇલ પણ પોતાની હેર સ્ટાઇલના કારણે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યાં છે. આ શ્રેણીમાં જો કોઇની હેર સ્ટાઇલ ચર્ચાનું કેન્દ્ર બની હોય તો તે કાઠિયાવાડી સુપર પાવર રવિન્દ્ર જાડેજા છે. જાડેજા ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સનો લસિથ મલિંગા તો પહેલાથી જ પોતાની હેર સ્ટાઇલના કારણે લોકપ્રીય થઇ ચૂક્યો છે. તો પુણે વોરિયર્સના અભિષેક નાયરે પણ પોતાના અસ્ત-વ્યસ્ત વાળના કારણે ચર્ચા જગાવી છે. તો ચાલો તસવીરોમાં જોઇએ આ દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ.

દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ
સચિન તેંડુલકર

દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ
ક્રિસ ગેઇલ

દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ
સુનિલ નારાયણ

દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ
વિરાટ કોહલી

દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ
રવિન્દ્ર જાડેજા

દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ
લસિથ મલિંગા

દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ
અભિષેક નાયર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
