સ્પોટ ફિક્સિંગમાં વધારે ચાર ક્રિકેટર્સની સામેલગીરી બહાર આવી
નવી દિલ્હી, 22 મે : આઇપીએલ 6માં સ્પોટ ફિક્સિંગની જાળમાં વધુ ચાર ક્રિકેટર્સના નામ બહાર આવી રહ્યા છે. દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન એસ શ્રીસંત, અંકિત ચવાણ અને અજીત ચંડિલાએ ચાર વધુ ક્રિકેટર્સ પણ ફિક્સિંગમાં સામેલ હોવાનો ખુલાસો કર્યો છે. આ ચારેય ક્રિકેટર્સ અલગ અલગ ટીમના હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાં એક વિદેશી ખેલાડી પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે.

જો કે હજી પોલીસને આ ચારેય ક્રિકેટર્સ સામે સ્પોટ ફિક્સિંગના પુરાવા મળ્યા નથી. જેના પગલે ચારે ક્રિકેટર્સની હજી સુધી પૂછપરછ કરવામાં આવી નથી. હવે પોલીસ આ ચારેય ક્રિકેટર્સ સામે પુરાવા એકત્ર કરવામાં લાગી ગઇ છે. આ ફિક્સિંગમાં ફસાયેલા અતુલ ઝાલાએ પોલીસને જણાવ્યું કે તેની દીકરી સાક્ષી ઝાલા ક્રિકેટર શ્રીસંતને મળી હતી. સાક્ષી ઝાલા મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીની મિત્ર છે.
પોલીસે સાક્ષી ઝાલાની પૂછપરછ કરી છે. શ્રીસંતે સાક્ષી ઝાલાને એક બ્લેકબેરી Z10 ભેટમાં આપ્યો હતો. અતુલ ઝાલાએ શ્રીસંતને એક ટાઇગરનો ફોટો પણ ભેટમાં આપ્યો હતો. અતુલ ઝાલાએ પોલીસને જણાવ્યું કે 6 મેના રોજ શ્રીસંત જયપુરમાં તેના ઘરે ડિનર માટે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 5 મેના રોજ જયપુરમાં રાજસ્થાન રોયલ્સની મેચ હતી. દિલ્હી પોલીસની વાત માનવામાં આવે તો આ મેચમાં પણ ફિક્સિંગ થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
