ચાલું મેચે આ શું કરી બેઠા ફીફાના દર્શકો?
ભારત સહિત વિશ્વભરમાં ફીફા વિશ્વકપનો જાદૂ છવાયો છે. માત્ર એ જ દેશો નહીં કે જેમની ટીમો ફીફા વિશ્વકપમાં રમી રહી છે, પરંતુ એ દેશો પણ કે જેમની ટીમો ફીફામાં રમી નથી રહી, જેમકે ભારત જેવા દેશોમાં પણ ફૂટબોલના ચાહકો હજારો અને લાખોની સંખ્યામાં છે અને પોત-પોતાની મનપસંદ ટીમ અથવા તો ખેલાડીઓને ચીયર્સ કરી રહ્યાં છે. વિશ્વકપમાં અંતિમ 16નો રાઉન્ડ ખતમ થઇ ગયો છે અને આઠ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.
આ વખતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોએ પણ એક અનોખો ઇતિહાસ સર્જ્યો છે, આ વખતે પોતપોતાના ગ્રુપમાં ટોપ રહેલી ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે, જે આ પહેલા ક્યારેય બન્યુ નથી કે આઠેય ટીમ એ જ હોય જે પોત પોતાના ગ્રુપમાં ટોપ પોઝિશન પર હોય. જોકે આજે અહીં વાત ટીમની કે ટીમના ખેલાડીઓની નહીં પરંતુ ફીફા વિશ્વકપ દરમિયાન મેદાનમાં પોત-પોતાની ટીમ અને ખેલાડીઓને સપોર્ટ કરવા આવેલા તેમન ચાહકો અંગે કરવાની છે, ક્યારેક ટીમના મેદાનની અંદર નબળાં પ્રદર્શન અથવા તો થોડાક માટે ગોલ કરવાનું ચૂકી ગયેલા ખેલાડી માટે કે પછી ટીમ વિજયી થાય કે કોઇ ખેલાડી દ્વારા ગોલ કરવામાં આવે ત્યારે મેદાનમાં હાજર રહેલા દર્શકો કેવા પ્રકારનું રિકેશન આપે છે, તે અંગે છે, તો ચાલો તસવીરો થકી જોઇએ મેચ દરમિયાન ક્રેઝી રિએક્શન આપનારા દર્શકોને.

એલ્જીરિયાના સમર્થકો
જર્મની સામેની મેચ દરમિયાન એલ્જીરિયાના દર્શકોએ કંઇક આ પ્રકારના રિએક્શન આપ્યા હતા.

ડચ દર્શકની રમૂજી વર્તણૂક
મેક્સિકો સામેની મેચમાં ડચ ટીમના સમર્થકોમાની એકે કંઇક આ રીતે રમૂજી વર્તણૂક કરી હતી, જે કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

ગંભીર મુદ્રામાં દર્શક
નેધરલેન્ડ્સ સામેની મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા આવેલા મેક્સિકોના દર્શકે કંઇક આ પ્રકારે ગંભીર મુદ્રા દર્શાવી હતી.

વિજયની ખુશી કંઇક આ મુદ્રામાં
ચિલીની ટીમને ફીફા વિશ્વકપમાં પરાજીત કર્યા બાદ બ્રાઝીલની ટીમના સમર્થકોએ કંઇક આ પ્રકારે ખુશી વ્યક્ત કરી હતી.

મેચ પહેલાની ખુશી
ચિલી સામેની ફૂટબોલ વિશ્વકપની મેચ પહેલા બ્રાઝીલની ટીમના સમર્થકોએ કંઇક આ પ્રકારે નૃત્ય કર્યું હતું.

રમૂજી રિએક્શન
એર્જેન્ટિનાની ટીમના સમર્થકે નાઇજીરિયા સામેની મેચ દરમિયાન પોતાના ચહેરા પર રાષ્ટ્રીય ટીમને મળતો આવતો કલર લગાવ્યો હતો અને આ રમૂજી રિએક્શન આપ્યા હતા.

દેશના ધ્વજથી ઢાંક્યુ મોઢું
ફીફા વિશ્વકપમાં ઉરુગ્વે સામેની મેચ દરમિયાન ઇટલીની ફૂટબોલ ટીમના સમર્થકે કંઇક આ રીતે પોતાના રાષ્ટ્રધ્વજથી પોતાનું મોઢું ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.

યુએસની ટીમના ચાહક
ફીફા વિશ્વકપ દરમિયાન પોર્ટુગલ સામેની મેચ વખતે યુનાઇટેડ સ્ટેટ્સની ફૂટબોલને ટીમને સપોર્ટ કરી રહેલી એક દર્શકે કંઇક આવા હાવભાવ પ્રગટ કર્યા હતા, જે કેમેરામાં કેદ થઇ ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
