આ ખેલાડીની એક્સ ગર્લફ્રેન્ડ હતી અનલકી, સાથ છોડતા જ મળી ટીમમાં જગ્યા
IND vs NZ 1st T20I : ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. ક્રિકેટર પૃથ્વી શોને બે વર્ષ બાદ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ જોઇએ તો પૃથ્વી શોની એક્સ ગર્લફ્રેન્ડની સગાઈ અન્ય કોઈ સાથે થઈ ગઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલ શાનદાર ફોર્મમાં છે, અને એક બાદ એક સીરિઝ પર કબ્જો કરી રહી છે. હાલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝ ચાલી રહી છે. જેમાં પહેલી મેચમાં ભારતીય ટીમની 12 રનથી જીત થઇ હતી. હવે બંને વચ્ચે આગામી મેચ 21 જાન્યુઆરીના રોજ રાયપુરમાં રમાશે.

આ વચ્ચે ભારતીય ક્રિકેટર પૃથ્વી શોને ટીમમાં 2 વર્ષ બાદ તક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તેની એક્સ ગર્લફ્રેન્ડની સગાઇ થઇ ગઇ છે. આવામાં ફેન્સ તેને પૃથ્વી શો માટે અનલકી માની રહ્યા છે.

પૃથ્વી શોની ગર્લફ્રેન્ડની સગાઈ થઈ ગઈ
સ્થાનિક ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરનારા પૃથ્વી શો લગભગ બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે.તેને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરિઝ માટે ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન પૃથ્વીની એક્સ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહે સગાઈ કરીલીધી છે. પૃથ્વી અને પ્રાચી વચ્ચે ઘણા સમયથી રિલેશનશીપમાં હતા, ગત વર્ષે જ બંનેનું બ્રેક-અપ થઇ ગઇ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વી હવે નિધિ તાપડિયાને ડેટ કરી રહ્યો છે.

લાંબા સમય બાદ રિલેશનશીપનો અંત
ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને પ્રાચી સિંહ લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે. બંને એકબીજાને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરતાહતા.
બંને પોતપોતાના પાર્ટનરની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ કરતા હતા. 2022માં બંનેએ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી હતી.
પ્રાચી સિંહે ખુદ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, પરંતુ એ બાદ અચાનક બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા. ગત વર્ષે પણ બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધા હતા.
જોકે, બંને તરફથી આ વિશે ક્યારેય કંઈ કહેવામાં આવ્યું ન હતું, ન તો બ્રેક-અપ બાદ રિલેશનશીપ વિશે કોઈ ચર્ચા થઈ હતી.

T20 ટીમમાં તક મળી
પૃથ્વી શોને ભારતની T20 ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તેને આ મહિને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરિઝ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. જોકે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળતા જ તેના બેટમાંથી રન નીકળતા બંધ થઈ ગયા હતા.
દિલ્હી સામેની રણજી ટ્રોફી ગ્રુપ-બીની મેચમાં પૃથ્વીનું બેટ બંને ઇનિંગ્સમાં શાંત રહ્યું હતું.
મુંબઈ તરફથી રમતી વખતે પૃથ્વી પ્રથમ દાવમાં 19 બોલમાં 16 રનબનાવીને આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં તેણે 35 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
