CWG 2014: ત્રીજા દિવસે ભારતને મળ્યા 7 મેડલ
ગ્લાસગો, 27 જુલાઇ: કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે શૂટર્સના શાનદાર પ્રદર્શનની સાથે સાથે જૂડો અને વેટલિફ્ટિંગમાં એક-એક બ્રોન્ઝના પગલે ભારતે ત્રીજા દિવસે કુલ મળીને 7 મેડલ પોતાના નામે કર્યા છે.
ભારતની મહિલા શૂટર્સે શનિવારે સ્વર્ણિમ પ્રદર્શન કર્યું. 10 મીટર એર રાઇફલ ઇવેંટમાં અપૂર્વી ચંદેલાના ગોલ્ડ અને અયોનિકા પૉલના સિલ્વર પર નિશાનો લગાવ્યા બાદ રાહી સરનોબત અને અનીસા સૈયદે પણ આ પ્રદર્શન વાગોળતા ભારતીયોમાં ખુશીની લહેર દોડી ગઇ.
રાહી સરનોબતે મોડી રાત્રે 25 મીટર એર પિસ્ટલ ઇંવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યુ, જ્યારે અનીસા સૈયદે સિલ્વર મેડલ પર નિશાનો લગાવ્યો. બેંગલુરુના પ્રકાશ નનજાપ્પાએ 10 મીટર એર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યું. આ પ્રકારે શનિવારે ભારતને શૂટિંગમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર સહિત 5 મેડલ મળ્યા, જેમાં 4 મહિલાઓએ અપાવ્યા.
જ્યારે રાજવિંદર કૌરે મહિલાઓની 78 કિગ્રાથી વધારે વજન વર્ગની જૂડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું. તેમણે બ્રોન્ઝ મેડલના મુકાબલે કેન્યાની ઇસ્થર અકિનઇ રાતુગીને પેનલ્ટી પોઇંટથી હરાવી હતી. આ પહેલા રાજવિંદર ક્વાર્ટરફાઇનલમાં ઇંગ્લેન્ડની જે માયર્સથી હારી ગઇ હતી. પરંતુ કેનેડાની સોફી વૈલાનકોર્ટની વિરુદ્ધ રેપેશૉ મેચે તેમને બ્રોન્ઝ મેડલની તક આપી.
ભારતના વેટવિફ્ટર ઓમકાર ઓટારીએ 69 કિગ્રા ભારવર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને દિવસનું સાતમું અને કુલ 17મું મેડલ અપાવ્યું. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં વેટલિફ્ટિંગમાં આ ભારતનું છઠ્ઠુ મેડલ હતું.
કોમનવેલ્થ ગેમ્સનો ત્રીજો દિવસ જુઓ તસવીરોમાં...

અપૂર્વી ચંદેલા
ભારતની મહિલા શૂટર્સે શનિવારે સ્વર્ણિમ પ્રદર્શન કર્યું. 10 મીટર એર રાઇફલ ઇવેંટમાં અપૂર્વી ચંદેલાએ ગોલ્ડ પર નિશાન તાક્યૂ.

મહિલા શૂટર્સે શનિવારે સ્વર્ણિમ પ્રદર્શન કર્યું
ભારતની મહિલા શૂટર્સે શનિવારે સ્વર્ણિમ પ્રદર્શન કર્યું. 10 મીટર એર રાઇફલ ઇવેંટમાં અપૂર્વી ચંદેલાના ગોલ્ડ અને અયોનિકા પૉલના સિલ્વર પર નિશાનો લગાવ્યા બાદ રાહી સરનોબત અને અનીસા સૈયદે પણ આ પ્રદર્શન વાગોળતા ભારતીયોમાં ખુશીની લહેર દોડી ગઇ.

Commonwealth Games 2014
Commonwealth Games 2014

Commonwealth Games 2014
Commonwealth Games 2014

Commonwealth Games 2014
Commonwealth Games 2014

Commonwealth Games 2014
Commonwealth Games 2014

Commonwealth Games 2014
Commonwealth Games 2014
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
