કોમનવેલ્થ ગેમ્સનું સમાપનઃ ભારતે મેળવેલા પદક પર એક નજર
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ પદકો સહિત કુલ 64 પદક હાંસલ કરીને પદક તાલિકામાં પાંચમુ સ્થાન મેળવ્યું છે. ભારતીય ખેલાડીઓએ દેશ માટે 15 સુવર્ણ, 30 રજત અને 19 કાંસ્ય પદક જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે રવિવારે ભારતે એક સુવર્ણ પદક અને બે રજત પદક જીત્યા હતા.
ઇંગ્લેન્ડે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સર્વાધિક 58 સુવર્ણ પદકો સહિત 174 પદક હાસલ કરીને 1986 બાદ ટોચના સ્થાને પુનરાગમન કર્યું છે. ઇગ્લેન્ડે 59 રજત અને 57 કાંસ્ય પદક જીત્યા છે. બીજી તરફ ગત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ રહેનાર ઓસ્ટ્રેલિયા આ વખતે બીજા ક્રમે આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 49 સુવર્ણ, 42 રજત અને 46 કાંસ્ય પદક સાથે 137 પદક જીત્યા છે. કેનેડા ત્રીજા સ્થાને રહ્યું છે, તેણે 32 સુવર્ણ, 16 રજત અને 34 કાંસ્ય પદક જીત્યા છે. સ્કોટલેન્ડે ઇતિહાસ રચતા કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને 53 પદક હાંસલ કર્યાં છે, તેણે 19 સુવર્ણ, 15 રજત અને 19 કાંસ્ય પદક જીત્યાં છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતના કયા કયા ખેલાડીએ કયું પદક જીત્યું છે.
પદક તાલિકામાં ભારત પાંચમા ક્રમે
1. ઇંગ્લેન્ડઃ- 58 સુવર્ણ, 59 રજત અને 57 કાંસ્ય(કુલ 174 પદક)
2. ઓસ્ટ્રેલિયાઃ- 49 સુવર્ણ, 42 રજત, 46 કાંસ્ય(કુલ 137 પદક)
3. કેનેડાઃ- 32 સુવર્ણ, 16 રજત, 34 કાંસ્ય(કુલ 82 પદક)
4. સ્કોટલેન્ડઃ 19 સુવર્ણ, 15 રજત, 19 કાંસ્ય( કુલ 53 પદક)
5. ભારતઃ- 15 સુવર્ણ, 30 રજત, 19 કાંસ્ય( કુલ 64 પદક)

સંજિતા ચાનુ- સુવર્ણ પદક
સંજિતા ચાનુએ મહિલા વેટલિફ્ટિંગ 48 કેજી કેટેગરીમાં સુવર્ણ પદક જીત્યો છે.

સુખેન ડે- સુવર્ણ પદક
સુખેન ડેએ પુરુષ વેટલિફ્ટિંગ 56 કેજી કેટેગરીમાં સુવર્ણ પદક જીત્યો છે.

અભિનવ બિન્દ્રા- સુવર્ણ પદક
અભિનવ બિન્દ્રાએ પુરુષ 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં સુવર્ણ પદક જીત્યો છે.

અપૂર્વિ ચંડેલા- સુવર્ણ પદક
અપૂર્વિ ચંડેલાએ મહિલા શૂટિંગ 10 મિટર એર રાઇફલમાં સુવર્ણ પદક જીત્યો છે.

રાહી સર્નોબાત- સુવર્ણ પદક
રાહી સર્નોબાતે મહિલા શૂટિંગ 25 મિટર પિસ્તોલમાં સુવર્ણ પદક જીત્યો છે.

સતિષ શિવાલિંગમ- સુવર્ણ પદક
સતિષ શિવાલિંગમે પુરુષ વેટલિફ્ટિંગ 77 કેજીમાં સુવર્ણ પદક જીત્યો છે.

જીતુ રાય- સુવર્ણ પદક
જીતુ રાયે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગમાં સુવર્ણ પદક જીત્યો છે.

અમિત કુમાર- સુવર્ણ પદક
અમિત કુમારે 57 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે.

વિનેશ- સુવર્ણ પદક
વિનેશે 48 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે.

સુશિલ કુમાર- સુવર્ણ પદક
સુશિલ કુમારે પુરુષ 74 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં સુવર્ણ પદક જીત્યો છે.

બબીતા કુમારી- સુવર્ણ પદક
બબીતા કુમારીએ મહિલા કુશ્તિ 55 કેજીમાં સુવર્ણ પદક જીત્યો છે.

યોગેશ્વર દત્ત-સુવર્ણ પદક
યોગેશ્વર દત્તે પુરુષ કુશ્તિ 65 કેજીમાં સુવર્ણ પદક જીત્યો છે.

વિકાસ ગૌડા- સુવર્ણ પદક
વિકાસ ગૌડાએ ચક્કા ફેંક પુરુષ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો છે.

દીપિકા પલ્લિકલ-જોશના ચિનપ્પા- સુવર્ણ પદક
દીપિકા પલ્લિકલ-જોશના ચિનપ્પાએ મહિલા યુગલ સ્ક્વોશ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો છે.

પરુપલ્લી કશ્યપ- સુવર્ણ પદક
પરુપલ્લી કશ્યપે પુરુષ સિંગલ બેડમિન્ટન સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
