FIFA 2022: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેસ્સીને ગણાવ્યો જીનિયસ, વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ કહી હૃદય સ્પર્શી વાત
રોનાલ્ડોએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે જ્યારે મેસ્સીની વાત આવે છે, ત્યારે તેના વિશે એટલી વાત કરવામાં આવતી નથી. પરંતુ 35 વર્ષની ઉંમરે તેણે સાબિત કરી દીધું કે તે શા માટે અન્ય ખેલાડીઓથી અલગ છે.
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ ખૂબ જ રોમાંચક રહી. લિયોનેલ મેસ્સી અને Mbappe વચ્ચે મેદાન પર નજીકની લડાઈ જોવા મળી હતી. છેલ્લી ક્ષણોમાં ક્યારેક આર્જેન્ટિના તો ક્યારેક ફ્રાન્સની ટીમ રેસમાં આગળ હતી. સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો ઉપરાંત ટીવી પર મેચ જોઈ રહેલા દર્શકોના દિલના ધબકારા પણ મેચ દરમિયાન ઝડપથી ચાલી રહ્યાં હતા.

કતારમાં મેસીની ધમાલ
આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીની વર્લ્ડ કપની સફર શાનદાર રહી હતી. મેસ્સીએ ફાઈનલ મેચમાં ટીમ માટે પહેલો ગોલ કરીને પોતાની સફરને વધુ યાદગાર બનાવી હતી. લિયોનેલ મેસ્સી વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ શરૂ થયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સચિન તેંડુલકરે મેસ્સીને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.

રોનાલ્ડોએ કહી હૃદય સ્પર્શી વાત
ફૂટબોલની સૌથી મોટી હરીફાઈ બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચે જોવા મળી રહી છે. લાંબા સમય સુધી બ્રાઝિલ તરફથી રમનાર રોનાલ્ડો હાલમાં પોર્ટુગલ માટે ફૂટબોલ રમી રહ્યો છે. જીત બાદ તેની ટીમના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ મેસ્સીને અભિનંદન પાઠવ્યા છે. રોનાલ્ડોએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે જ્યારે મેસ્સીની વાત આવે છે, ત્યારે તેના વિશે એટલી વાત કરવામાં આવતી નથી. પરંતુ 35 વર્ષની ઉંમરે તેણે સાબિત કરી દીધું કે તે શા માટે અન્ય ખેલાડીઓથી અલગ છે.

કમાલની પ્રતિભા ધરાવે છે મેસ્સી
રોનાલ્ડોએ કહ્યું કે મેસ્સી કોઈપણ ટીમને એકલા હાથે હરાવવાની ક્ષમતા ધરાવે છે. મેં આ રોમાંચક ફાઇનલમાં મેસ્સીનું સમર્થન કરતા ઘણા બ્રાઝિલિયનો અને વિશ્વભરના લોકો જોયા. આ મહાન જીત માટે મેસ્સીને અભિનંદન! તમને જણાવી દઈએ કે પોર્ટુગલને ક્વાર્ટર ફાઈનલમાં મોરોક્કો સામે 0-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને શરૂઆતની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી ન હતી. ફૂટબોલ ચાહકો તેમના મનપસંદ ખેલાડી રોનાલ્ડોને ફાઈનલ રમતા જોવા માંગતા હતા.
O futebol deste cara joga pra escanteio qualquer rivalidade. Vi muito brasileiro - e gente do mundo inteiro - torcendo pelo Messi nesta final eletrizante. Uma despedida à altura do gênio que, muito além de craque da Copa, capitaneou uma era.
— Ronaldo Nazário (@Ronaldo) December 18, 2022
Parabéns, Messi! pic.twitter.com/djwuKJzexa
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
