અમ્પાયર બનીને ક્રિકેટ જોડે જોડાઇ રહેલા ક્રિકેટર્સ
ક્રિકેટ મેચ જોતા હોઇએ ત્યારે મેદાન પર ખેલાડીઓ ઉપરાંત બે હસ્તીઓ ઉભી હોય છે. જેને આપણે અમ્પાયર તરીકે ઓળખીએ છીએ. જે ક્રિકેટના મેદાન પર મહત્વના નિર્ણય આપતા હોય છે અથવા તો મેદાન પર બે ખેલાડીઓ વચ્ચે ઉભા થયેલા વિવાદને શાંત કરતા હોય છે. જો કે, આજે વાત અહીં અમ્પાયર વિશે નહીં પરંતુ એવા કેટલા ક્રિકેટર્સ છે કે, જેમણે ક્રિકેટના પીચથી દૂર થઇને પણ ક્રિકેટ સાથેનો પોતાનો નાતો જોડી રાખ્યો છે.
આ પહેલા અમે ક્રિકેટર્સ કે જે રમતા હતા બીજા દેશ તરફથી અને તેમની જન્મભૂમિ બીજી હતી. તેવી જ રીતે આ વખતે અમે એવા કેટલાક ક્રિકેટર્સ અંગે જણાવી રહ્યાં છીએ કે જેઓ ક્રિકેટરમાંથી અમ્પાયર બન્યા છે. આ યાદીમાં સૌથી વધારે ખેલાડીઓ ઇંગ્લેન્ડના છે ત્યારબાદ શ્રીલંકા અને પાકિસ્તાન છે. જ્યારે આ યાદીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનું નામ પણ છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે એક કયા ક્રિકેટર્સ છે કે જેઓએ મેદાન સાથેનો નાતો અમ્પાયર બનીને પણ જાળવી રાખ્યો.

શ્રિનિવાસ વેન્કટરાઘવન
પૂર્વ ભારતીય ઓફ સ્પીનરે 73 ટેસ્ટ અને 52 વનડેમાં અમ્પાયરિંગ કર્યુ છે.

કુમાર ધર્મસેના
પૂર્વ શ્રીલંકન ઓફ સ્પીનર આઇસીસી ઇલાઇટ પેનલ ઓફ અમ્પાયરના સભ્ય છે.

પીટર વીલે
પૂર્વ ઇંગ્લિશ બેટ્સમેન 25 ટેસ્ટ અને 34 વનડેમાં અમ્પયારિંગ કર્યું છે.

પોલ રાઇફેલ
પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે 4 ટેસ્ટ, 30 વનડે અને 7 ટી20 ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગ કર્યું છે.

એનામુલ હક
પૂર્વ બાંગ્લાદેશી સ્પીનરે 1 ટેસ્ટ, 45 વનડે અને 4 ટી20 ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગ કર્યું છે.

અશોકા ડી સિલ્વા
પૂર્વ શ્રીલંકન લેગ સ્પીનરે 49 ટેસ્ટ, 121 વનડે અને 10 ટી20 ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગ કર્યું છે.

જેક બિર્કેન્શો
પૂર્વ ઇંગ્લિશ ઓફ સ્પીનરે 2 ટેસ્ટ અને 6 વનડેમાં અમ્પાયરિંગ કર્યું છે.

જ્હોન હામ્પશાયર
પૂર્વ ઇંગ્લિશ બેટ્સમેને 21 ટેસ્ટ અને 20 વનડેમાં અમ્પાયરિંગ કર્યું છે.

અર્થર ફેગ
પૂર્વ ઇંગ્લિશ બેટ્સમેને 18 ટેસ્ટ અને 7 વનડેમાં અમ્પાયરિંગ કર્યું છે.

રિચાર્ડ ઇલિંગ્રોથ
આ પૂર્વ ઇંગ્લિશ સ્પિનરે 4 ટેસ્ટ, 17 વનડે અને 7 ટી20માં અમ્પાયરિંગ કર્યું છે.

જાવેદ અખ્તર
પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પીનર જાવેદ અખ્તરે 18 ટેસ્ટ અને 40 વનડેમાં અમ્પાયરિંગ કર્યું છે.

માર્ક બેનસન
માર્ક બેનસન, પૂર્વ ઇંગ્લિશ બેટ્સમેન છે, જેમણે 27 ટેસ્ટ, 72 વનડે અને 19 ટી20 ઇન્ટરનેશનલમા અમપ્યારિંગ કર્યુ છે અને તેમણે 2010માં નિવૃત્તિ લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
