ઝિમ્બાબ્વેના મહાન ક્રિકેટર હીથ સ્ટ્રીકે અંતિમ શ્વાસ લીધા
ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું આજે 3 સપ્ટેમ્બરે વહેલી સવારે દુઃખદ નિધન થયું. આ સમાચારની પુષ્ટિ તેમના પરિવારના સભ્યોએ કરી છે. તેમની પત્નીએ ફેસબુક પર એક ભાવુક પોસ્ટ લખી છે અને કેટલીક તસવીરો શેર કરી છે. હીથ સ્ટ્રીકે ઝિમ્બાબ્વે માટે 65 ટેસ્ટ અને 189 વનડે મેચ રમ્યા છે, જેમાં તેમણે ક્રમશઃ 1990 અને 2943 રન બનાવ્યા છે.

તેઓ બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ કમાલનું પ્રદર્શન કરતા હતા. ટેસ્ટ ક્રિકેટમાં 216 અને વનડેમમાં 239 વિકેટ લઈ બંને ફોર્મેટમાં ઝિમ્બાબ્વેના સર્વકાલિન સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. તેમના નિધન બાદ હીથ સ્ટ્રીકની પત્ની નાદીને પોતાના પતિની યાદમાં એક ભાવુક પોસ્ટ લખી છે. તેમણે લખ્યું- આજે સવારે, રવિવારે, 3 સપ્ટેમ્બર 2023ના શરૂઆતી કલાકોમાં મારા જીવનનો સૌથી મોટો પ્રેમ અને મારાં સુંદર બાળકોના પિતા અમને છોડીને ચાલ્યા ગયા છે.
તેમણે આગળ લખ્યું- તેઓ પોતાના અંતિમ દિવસો અમારી સાથે વિતાવવા માંગતા હતા. તેમના પરિવારનો પ્રેમ ઈચ્છતા હતા. અમે અનંત કાળની યાત્રા માટે પાછા ક્યારેક મળશું.
હીથ સ્ટ્રીક વનડેમાં 100 વિકેટ લેનાર ઝિમ્બાબ્વેના પહેલા બોલર બની ગયા હતા. એટલું જ નહીં, તેઓ ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં 100 વિકેટના માઈલસ્ટોન સુધી પહોંચનાર પોતાના દેશના પહેલા ક્રિકેટર પણ હતા. એક ખેલાડીના રૂપમાં રિટાયરમેન્ટ બાદ સ્ટ્રીકે કોચિંગ શરૂ કર્યું અને વિવિધ ટીમો અને ફ્રેંચાઈઝી સાથે જોડાયેલા રહ્યા. તેમણે બાંગ્લાદેશની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે બોલિંગ કોચના રૂપમાં કામ કર્યું અને બાદમાં ટીમ માટે મુખ્ય કોચની ભૂમિકા નિભાવી.
જો કે તેમના કોચિંગ કરિયરમાં દુર્ભાગ્યપૂર્ણ વળાંક આવ્યો જ્યારે તેમણે ભ્રષ્ટ ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તરફથી તેમના પર 8 વર્ષ માટે ક્રિકેટ સંબંધિત તમામ ગતિવિધિઓથી પ્રતિબંધિત કરી દીધા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
