યુવરાજ સિંહે ટૂર્નામેન્ટ પહેલા ઈરફાન પઠાન પાસે રાખી હતી ખાસ ડિમાન્ડ
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની ફાઈનલ મેચ જીત્યા બાદ ભારતીય ટીમના પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે મોટું નિવેદન આપ્યું છે. ઈરફાન પઠાણે હસતાં હસતાં કહ્યું કે, યુવરાજ સિંહે આ ટીમને એસેમ્બલ કરી હતી.
યુવરાજ સિંહે મને સ્પષ્ટ કહ્યું કે, તે નથી ઈચ્છતો કે હું ટૂર્નામેન્ટમાં બોલિંગ કરું. તેના બદલે તે મારા બેટમાંથી છગ્ગા જોવા માંગતો હતો. જોકે, આજે તેણે મને બોલિંગ કરવા માટે ત્રણ ઓવર આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની ફાઈનલ મેચ ગયા શનિવારે (13 જુલાઈ) બર્મિંગહામમાં ભારત ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે રમાઈ હતી.

અહીં ભારતીય ટીમ મેદાન પર 5 વિકેટે જીત મેળવવામાં સફળ રહી હતી. બર્મિંગહામમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ચેમ્પિયન ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવી શકી હતી.
ફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે બોલરોએ ખૂબ જ જોરદાર બોલિંગ કરી હતી. ટીમ માટે અનુરીત સિંહે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. વિનય કુમાર, નેગી અને ઈરફાન પઠાણે અનુક્રમે 1-1 વિકેટ લીધી હતી.
ઈરફાન પઠાણે ફાઈનલ મેચમાં ટીમ માટે કુલ 3 ઓવર નાંખી હતી. દરમિયાન, 4.00ની ઇકોનોમી પર 12 રન ખર્ચીને તેણે વિપક્ષી ટીમના કેપ્ટન યુનિસ ખાનને પોતાની જાળમાં ફસાવી દીધો હતો.
બેટિંગની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ વિપક્ષી ટીમે આપેલા 157 રનના ટાર્ગેટને 5 બોલ બાકી રહેતા 5 વિકેટના નુકસાન પર સરળતાથી હાંસલ કરી લીધો હતો.
ટીમ માટે નીચલા ક્રમમાં બેટિંગ કરતા ઈરફાન પઠાણે વિનિંગ ફોર ફટકારી હતી. ફાઈનલ મેચમાં ટીમ માટે 7મા ક્રમે બેટિંગ કરતી વખતે તે 4 બોલમાં 1 ફોરની મદદથી 5 રન બનાવીને અણનમ રહ્યો હતો.
Irfan Pathan said, "Yuvraj Singh assembled this team. He clearly told me he doesn't want my bowling, he wants my sixes. But today he gave me 3 overs (smiles)". pic.twitter.com/LtX2qEvgoa
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
