Year Ender 2023: લગ્નના બંધનમાં બંધાયા 7 ભારતીય ખેલાડી, આ સ્ટારની જીવનસાથી બની મહિલા ક્રિકેટર
Year Ender 2023: વર્ષ 2023 હવે અંતિમ તબક્કામાં છે. આ વર્ષે ક્રિકેટ જગતે અલગ-અલગ ઘણા કારણોથી છવાયેલુ રહ્યુ પરંતુ આજે આપણે કોઈ કડવી યાદનો ઉલ્લેખ નહીં કરીએ.
દુનિયાભરના ઘણા સ્ટાર ક્રિકેટર્સે આ વર્ષે લગ્ન કર્યા અને પોતાના હમસફર સાથે નવુ જીવન શરુ કર્યુ. આજે આપણે વાત કરીશુ આ વર્ષે લગ્ન કરનારા ભારતના તે સાત સુંદર યુગલોની. જેમાં સૌથી તાજેતરના લગ્ન હતા ફાસ્ટ બોલર મુકેશ કુમારના.

રાહુલ-આથિયા
રાહુલ અને અથિયાની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલે 2023ની શરુઆતમાં તેની મિત્ર આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. તેમના ચાહકોએ આ સુંદર કપલ પર ઘણો પ્રેમ વરસાવ્યો. ક્રિકેટર કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ બૉલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. રાહુલ-આથિયાના લગ્ન ખંડાલામાં સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં થયા હતા.
અક્ષર પટેલ- મેહા પટેલ
અક્ષર પટેલે મેહા પટેલ સાથે લગ્ન કર્યા. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે 27 જાન્યુઆરી, 2023ના રોજ લગ્ન કર્યા. બંનેના લગ્ન વડોદરામાં થયા હતા.
શાર્દૂલ ઠાકુર-મિતાલી પારુલકર
શાર્દુલ ઠાકુરે મરાઠી વિધિ મુજબ સાત ફેરા લીધા. આ વર્ષે આગામી લગ્ન ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના હતા, જેમણે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર શાર્દુલ ઠાકુરે સોમવારે, 27 ફેબ્રુઆરીએ મુંબઈમાં મરાઠી રિવાજ મુજબ સાત ફેરા લીધા.
ઋતુરાજ ગાયકવાડ-ઉત્કર્ષ પવાર
એક મહિલા ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડની લાઈફ પાર્ટનર બની હતી. ક્રિકેટ જગતમાં આગામી લગ્ન ભારતીય ટીમના યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડના હતા. ઋતુરાજ ગાયકવાડે 3 જૂન, 2023ના રોજ ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા હતા. ઉત્કર્ષ મહારાષ્ટ્ર માટે સ્થાનિક સ્તરે ક્રિકેટ રમે છે.
પ્રસિદ્ધ કૃષ્ણા-રચના
ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 8 જૂન, 2023ના રોજ પરંપરાગત દક્ષિણ ભારતીય રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ તેની ફિયાન્સ રચના સાથે લગ્ન કર્યા હતા.
નવદીપ સૈની-સ્વાતિ અસ્થાના
નવદીપ સૈનીએ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા ટીમ ઈન્ડિયાના ક્રિકેટર નવદીપ સૈનીએ 23 નવેમ્બરે સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ઉદયપુરના દેબારી સ્થિત આનંદમ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.
મુકેશ કુમાર-દિવ્યા સિંહ
મુકેશ કુમારે દિવ્યા સિંહ સાથે લગ્ન કર્યા. ટીમ ઈન્ડિયાના બોલર મુકેશ કુમારે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. મુકેશે 28 નવેમ્બર 2023ના રોજ યુપીની દિવ્યા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ગોરખપુરના રિસોર્ટમાં થયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
