WTC Final : ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવી શકે છે આ ચાર ખેલાડી, જાણો યાદી
WTC Final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનની ફાઇનલ નજીક આવી રહી છે. સાત જૂનથી બંને ટીન એક બીજાની સામે હશે. આ સાથે ક્રિકેટનું ઘમાસાણ શરુ થઇ જશે. ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડી અત્યાર સુધી આઇપીએલ રમી રહ્યા હતા. હવે તેમની અસલી પરિક્ષા આપી છે.
WTC ફાઈનલ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં ચેતેશ્વર પુજારા એકમાત્ર એવો ખેલાડી છે, જે IPLથી દૂર હતો અને કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યો છે. અન્ય તમામ ખેલાડીઓ આઈપીએલ રમીને સીધા અહીં આવ્યા છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા બીજી વખત ICC ટૂર્નામેન્ટમાં પ્રવેશી રહી છે, આ પહેલા તે 2022 T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો.
આ દરમિયાન, આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે, કારણ કે દસ વર્ષથી ટીમ ઈન્ડિયા અને ચાહકો આઈસીસીના ખિતાબની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સવાલ એ પણ છે કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કોણ હશે, જે ભારતીય ટીમને ફરી એકવાર ચેમ્પિયન બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
શુભમન ગિલ - IPL 2023માં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં શુભમન ગિલનું નામ સૌથી આગળ આવે છે, જેમણે શાનદાર રમત બતાવી છે. શુભમન ગિલની ખાસ વાત એ છે કે, તે ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે અને દરેક ફોર્મેટમાં સારી બેટિંગ કરી રહ્યો છે.
શુભમન ગિલની IPL ટીમ ગુજરાત ટાઇટન્સ ભલે આ વર્ષે IPL ટાઇટલ જીતવામાં સફળ ન રહી હોય, પરંતુ GT ફાઇનલમાં પહોંચી અને શુભમન ગિલે સૌથી વધુ રન બનાવનારા ખેલાડી તરીકે ઓરેન્જ કેપ પણ કબજે કરી. શુભમન ગિલે એટલા રન બનાવ્યા કે બીજા નંબરનો બેટ્સમેન તેનાથી ઘણો પાછળ હતો.
શુભમન ગિલે 17 મેચમાં 890 રન બનાવ્યા હતા અને બીજા નંબર પર ફાફ ડુપ્લેસીના 730 રન હતા. એટલે કે નંબર વન અને બે વચ્ચે લગભગ 150 રનનો તફાવત છે. આના પરથી સમજી શકાય છે કે, તેઓ અત્યારે કેવા ફોર્મમાં છે. શુભમન ગીલે સતત બે સદી ફટકારી છે, જે IPLના ઈતિહાસમાં વિશ્વના માત્ર મુઠ્ઠીભર બેટ્સમેન જ કરી શક્યા છે.
વિરાટ કોહલી - આ પછી ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં જો કોઈ અન્ય બેટ્સમેન પાસેથી સૌથી વધુ આશા હશે, તો તે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીની ટીમ પણ ચેમ્પિયન ન બની શકી અને ના તો RCB પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી, પરંતુ તેમ છતાં વિરાટ કોહલી અત્યારે શાનદાર ફોર્મમાં છે અને બધા જાણે છે કે, વિરાટ કોહલીનો પહેલો પ્રેમ ટેસ્ટ ક્રિકેટ છે.
કોહલીએ આ વર્ષની IPLમાં જે 14 મેચ રમી છે, તેમાં તેણે પોતાના બેટથી 639 રન બનાવ્યા છે. આ વર્ષે સૌથી વધુ રન બનાવવાના મામલે તે ચોથા નંબર પર છે. તેમણે બે સદી પણ ફટકારી અને તે પણ બેક ટુ બેક. આ વર્ષે IPL માં તેની એવરેજ 53.25 છે.
મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ - ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ માત્ર બેટ્સમેનોના દમ પર જ જીતવામાં આવતો નથી. આમાં બોલરોની પણ મોટી ભૂમિકા છે. કારણ કે, વિરોધી ટીમને પણ આઉટ કરવી પડે છે.
જેમાં મોહમ્મદ શમીનું નામ સામેલ છે, જે ઓસ્ટ્રેલિયન ટીમને બહાર કરવામાં મોટી ભૂમિકા ભજવશે. IPLમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 17 મેચમાં 28 વિકેટ ઝડપી છે. તેણે પર્પલ કેપ પણ પોતાના નામે કરી છે.
બીજી તરફ ટીમ ઈન્ડિયાને જેની પાસેથી સૌથી વધુ આશા હશે, તે અન્ય બોલર મોહમ્મદ સિરાજ છે. મોહમ્મદ સિરાજે આ વર્ષે IPLમાં પોતાની 14 મેચમાં 19 વિકેટ લીધી છે, તેની વિકેટ ભલે ઓછી દેખાતી હોય, પરંતુ તે ઝડપી વિકેટ લેવા માટે જાણીતો છે.
જો આ ચારેય ખેલાડીઓ પોતાનું કામ કરે છે અને WTC ફાઇનલમાં સારું રમે છે, તો સમજી લો કે વધુ એક ICC ટાઇટલ દૂર નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
