WTC Final 2023 : ટીમ ઇન્ડિયાના ટોપ 4 બેટ્સમેનોએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, 146 વર્ષના ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બ
WTC Final 2023 : ભારતીય ટીમના બેટ્સમેનોએ બીજા દિવસે રમતમાં વાપસી કરી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતીય ટીમે 467 ઓલ આઉટ કરી દીધી હતી. જે બાદ ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. હાલ ભારતે 260 રન બનાવ્યા છે.
આ સાથે ભારતીય ટીમની છ વિકેટ પડી ગઇ છે. અજિંક્યા રહાણે અને શાર્દુલ ઠાકુર બેટિંગ કરી રહ્યા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે રહાણે એ 11 ચોક્કા અને એક છક્કાની મદદથી 89 રન બનાવ્યા છે. જ્યારે ઠાકુરે 36 રન બનાવી રમતમાં છે.

સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે એક જ પીચ પર ઓસ્ટ્રેલિયા માટે 285 રનની ભાગીદારી કરી હતી. આવા સમયે, સમગ્ર ભારતીય ટીમ 300 ના સ્કોર સુધી પહોંચે તેવું લાગતું નથી. એટલું જ નહીં, ટીમના ટોપ ઓર્ડરના ચાર ખેલાડીઓએ આવો શરમજનક રેકોર્ડ બનાવ્યો, જે ભારત માટે ટેસ્ટ ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
વાસ્તવમાં આ ચારેય ખેલાડીઓ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી 20નો આંકડો પાર કરી શક્યા નથી. ભારત માટે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અગાઉ ક્યારેય એવું બન્યું ન હતું કે, ટોચના ચાર બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચ્યા હોય, પરંતુ 20ના આંકને સ્પર્શી શક્યા ન હોય.
શુભમન ગિલ અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત ધમાકેદાર રીતે કરી હતી, પરંતુ તે પછી અચાનક જ વિકેટો પડી ગઈ હતી. રોહિત 15, ગિલ 13, પૂજારા 14 અને વિરાટ કોહલી 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આમાંથી કોઈ પણ બેટ્સમેન પોતાની શરૂઆતને મોટી ઇનિંગ્સ સુધી લઈ શક્યો ન હતો.
આવા સમયે જોઈને એવું લાગતું હતું કે, ટીમ ઈન્ડિયા માત્ર 300 સુધી જ ઘટી શકે છે. જે બાદ રવિન્દ્ર જાડેજાએ અજિંક્ય રહાણે સાથે મળીને પાંચમી વિકેટ માટે 71 રન જોડ્યા હતા, પરંતુ દિવસના છેલ્લા અડધા કલાકમાં નાથન લિયોને જાડેજાને 48 રનના સ્કોર પર આઉટ કર્યો હતો, જે તેની અડધી સદી પહેલા બે રન હતો.
રમતમાં અંતે ટીમનો સ્કોર 6 વિકેટે 260 રન છે. રહાણે છેલ્લી આશા તરીકે 89 રન બનાવીને ક્રિઝ પર હાજર છે, જ્યારે તેની સાથે શાર્દૂલ ઠાકુર હતો. જોવાનું રહેશે કે, ભારતીય દાવ ક્યાં સુધી આગળ વધે છે.
આ મેચની વાત કરીએ તો પહેલા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાની શરૂઆત થોડી ડગમગી ગઈ હતી, પરંતુ હેડ અને સ્મિથની સદીની ઇનિંગ અને 285 રનની ભાગીદારીના કારણે ટીમનો સ્કોર 469 સુધી પહોંચ્યો હતો.
ભારત તરફથી 4 વિકેટ મોહમ્મદ સિરાજે અને 2-2 વિકેટ શમી અને શાર્દુલ ઠાકુરે લીધી હતી. ઉમેશ યાદવ તેની બોલિંગથી નિરાશ થયો અને એક પણ વિકેટ લઈ શક્યો ન હતો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
