World Cup 2023, Rohit Sharma Record: રોહિત શર્મા તોડી શકે છે મોટા રેકોર્ડ, આવું કરનારો એકમાત્ર બેટ્સમેન બનશે
World Cup 2023, Rohit Sharma Record: ભારતીય ક્રિકેટ ટીમ જાહેર આઇસીસી ક્રિકેટ વિશ્વ કપ 2023માં રમેલા છ એ છ મેચ જીતીને 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ટોચ પર પહોંચ્યું છે. સેમી ફાઇનલમાં પહોંચવા માટે ભારતને હવે એક જીત દુર છે.
ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે અને આ મેચ જીત્યા બાદ રોહિત એન્ડ કંપની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માની પણ નજર મોટા રેકોર્ડ પર રહેશે. રોહિત શર્માને ICC ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બનવા માટે માત્ર 7 વધુ સિક્સરની જરૂર છે.

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ એવા બેટ્સમેન છે, જેણે ICC ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. તેણે વર્લ્ડ કપની 34 ઇનિંગ્સમાં 49 સિક્સર ફટકારી છે. આ યાદીમાં રોહિત શર્મા બીજા સ્થાને છે. રોહિત શર્માએ 23 ઇનિંગ્સમાં 43 સિક્સર ફટકારી છે.
જો રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની મેચમાં વધુ 7 સિક્સર ફટકારે છે, તો તે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં 50 સિક્સર મારનારો પ્રથમ બેટ્સમેન બની જશે. આ સાથે તે ક્રિસ ગેલને પાછળ છોડીને વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની જશે. રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલ ટોપ-10 બેટ્સમેનોમાં માત્ર બે સક્રિય ખેલાડી છે, જેમણે ICC ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. બાકીના ખેલાડીઓ નિવૃત્ત થઈ ગયા છે.
આ સિવાય જો રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની મેચમાં વધુ 5 ચોગ્ગા ફટકારે છે, તો તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચોગ્ગા મારનારો બેટ્સમેનોની યાદીમાં બીજા નંબર પર આવી જશે. આ યાદીમાં પ્રથમ સ્થાને ડી કોક છે, જેણે 44 ઇનિંગ્સમાં 241 ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે કુમાર સંગાકારાએ 35 ઇનિંગ્સમાં 147 ચોગ્ગા ફટકાર્યા છે અને તે યાદીમાં બીજા સ્થાને છે. રોહિત શર્મા હાલમાં 143 ચોગ્ગા સાથે યાદીમાં ચોથા સ્થાને છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
