World Cup 2023 indian team squad: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, 15 ખેલાડીને મળી જગ્યા
World Cup 2023 indian team squad: આ વર્ષે યોજાનારા વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમનું જાહેરાત થઇ ગઇ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ ટીમની જાહેર કરવામાં આવી છે. મુખ્ય સિલેક્ટર અજિત અગરકરની આગેવાનીમાં સિલેક્શન ટીમે વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે.
ઈશાન કિશને સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને વર્લ્ડ કપની ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. રોહિત શર્મા અને અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની જાહેરાત કરી છે.

રાહુલ-અય્યર ભજવશે મહત્વની ભૂમિકા - પહેલેથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓ ભારતીય મિડલ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ બંને ખેલાડીઓ લાંબા સમય બાદ એશિયા કપની વનડે ટીમમાં પરત ફર્યા છે. આવા સમયે આ બંને બેટ્સમેન ભારત માટે ચોથા અને પાંચમાં નંબર પર વર્લ્ડ કપ રમતા પણ જોવા મળી શકે છે.
રોહિત પાસે છે મોટી તક - રોહિત શર્મા પાસે તેની કેપ્ટનશિપમાં ભારતને વર્લ્ડ કપ જીતાડવાની મોટી તક છે. આ પહેલા વર્ષ 2011માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ODI વર્લ્ડ કપ પર કબ્જો કર્યો હતો.
ટીમ ઈન્ડિયા તેમની 15 સભ્યોની આઈસીસી વર્લ્ડ કપ 2023 ટીમની જાહેરાત મંગળવારે (5 સપ્ટેમ્બર) કરવામાં આવી હતી.રોહિત શર્મા 12 વર્ષ બાદ ફરી એકવાર આ સિદ્ધિનું પુનરાવર્તન કરવા માંગે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજો માટે આ છેલ્લો ODI વર્લ્ડ કપ હોઈ શકે છે.
સેમસનને ન મળ્યો મોકો - સંજુ સેમસનને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ સંજુ સેમસનને વર્લ્ડ કપની ટીમમાં તક આપવામાં આવી નથી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ અને આર અશ્વિન જેવા ખેલાડીઓને પણ વર્લ્ડ કપમાં તક મળી નથી. સેમસનને ટીમમાં સામેલ ન કરવા બદલ ચાહકો સોશિયલ મીડિયા પર સતત પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
વર્લ્ડ કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
