World Cup 2023: શું હોય છે એબ્ડોમિનલ ગાર્ડ અને કેમ પહેરે છે ક્રિકેટર આને પેંટની અંદર?

Cricketers Wear Abdominal Guard During Match: આપણામાંથી ઘણા લોકોએ સચિન તેંડુલકરને મેચમાં શાનદાર ઇનિંગ્સ રમતા જોયા હશે. આ સમય દરમિયાન, આપણે બધાએ તેની એક આદત નોંધી હશે કે તે વારંવાર તેના ઘૂંટણ પર નમીને તેના પેન્ટને થોડું એડજસ્ટ કરતો હતો.

તેમની આ સ્ટાઈલ ઘણી લોકપ્રિય બની હતી અને લોકો તેની ખૂબ કોપી કરતા હતા. વાસ્તવમાં, તે મેચ દરમિયાન 'એબ્ડોમિનલ ગાર્ડ' એડજસ્ટ કરતો હતો, પેન્ટ નહીં. આ એ જ 'એબ્ડોમિનલ ગાર્ડ' છે જે ક્રિકેટ રમતી વખતે તેમના પ્રાઈવેટ એરિયામાં ઝડપી બોલ અથડાવાથી ક્રિકેટરોને ઈજા થવાથી બચાવે છે.

Abdominal Guard

ક્રિકેટમાં ઈજાઓ સામાન્ય બાબત બની ગઈ છે. મેચ પ્રેક્ટિસ દરમિયાન અથવા મેચ પહેલા ખેલાડીઓને ઈજા થવી સામાન્ય બાબત છે. મેચ દરમિયાન પોતાને સુરક્ષિત રાખવા માટે ખેલાડીઓ ઘણા પ્રકારના ક્રિકેટ રક્ષણાત્મક ગિયર્સનો ઉપયોગ કરે છે. જેમ કે માથા માટે હેલ્મેટ, બેટિંગ ગ્લોવ્ઝ અને હાથને સુરક્ષિત રાખવા માટે મોજા રાખવા. એ જ રીતે, પ્રાઈવેટ પાર્ટને સુરક્ષિત રાખવા માટે એબ્ડોમિનલ ગાર્ડ પહેરવામાં આવે છે. એબ્ડોમિનલ ગાર્ડ ક્રિકેટના રક્ષણાત્મક ગિયર્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

ક્રિકેટરો તેમના પેન્ટની અંદર ખાસ ડિઝાઇન કરેલ અન્ડરગાર્મેન્ટ પહેરે છે જેને જૉકસ્ટ્રેપ કહેવાય છે, જે ક્રિકેટમાં ખેલાડીઓના પ્રાઈવેટ પાર્ટને સુરક્ષિત રાખવા માટે પહેરવામાં આવે છે. જૉકસ્ટ્રેપમાં કપ અથવા નાના પ્લાસ્ટિક બૉક્સ જેવી રચનાનો સમાવેશ થાય છે જેને એબ્ડોમિનલ ગાર્ડ કહેવાય છે. સામાન્ય ભાષામાં તેને બૉક્સ પણ કહેવામાં આવે છે.

બેટ્સમેન સિવાય, તે વિકેટકીપર અને બેટ્સમેનની નજીક ઉભેલા ફિલ્ડરો દ્વારા પણ પહેરવામાં આવે છે. એબ્ડોમિનલ ગાર્ડ પહેર્યા હોવા છતાં, ક્યારેક જ્યારે ઝડપી બોલ પ્રાઈવેટ પાર્ટની નજીક અથડાય છે, ત્યારે બેટ્સમેન ઘૂંટણિયે પડી જાય છે. એબ્ડોમિનલ ગાર્ડની મદદથી, બેટ્સમેન કોઈપણ મોટી ઈજાથી બચી જાય છે.

મહિલા ખેલાડીઓ તેમના પ્રાઈવેટ પાર્ટ્સને સુરક્ષિત રાખવા માટે પેલ્વિક પ્રોટેક્ટરનો ઉપયોગ કરે છે. પુરુષોના એબ્ડોમિનવ ગાર્ડની તુલનામાં, તેની ડિઝાઇન સપાટ છે.

ક્રિકેટના ઈતિહાસમાં આવી ઘણી ઘટનાઓ બની છે, જેમાં એબ્ડોમિનલ ગાર્ડ તૂટી જવા છતાં બેટ્સમેનનો જીવ બચી ગયો હતો.

  • 2014માં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેલબૉર્નમાં રમાયેલ ટેસ્ટ દરમિયાન પોતાની 192 રનની શાનદાર પારી દરમિયાન ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પ્રાઈવેટ એરિયા આસપાસ ઉમેશ યાદવનો એક ઝડપી બોલ વાગ્યો હતો. સ્મિથ પીડાના કારણે ઘૂંટણિયે બેસી ગયો. થોડા સમય પછી, સ્મિથે ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કર્યો અને નવા એબ્ડોમિનલ ગાર્ડ માટે કહ્યું.
  • 2013માં વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસન સાથે આવી જ એક ઘટના બની હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈનનો ફાસ્ટ બોલ વિલિયમસનના એબ્ડોમિનલ ગાર્ડ પર વાગ્યો અને તે તૂટી ગયો. પીડાથી પરેશાન વિલિયમ્સે ડ્રેસિંગ રૂમ તરફ તૂટેલુ એબ્ડોમિનલ ગાર્ડ બતાવ્યુ અને તરત જ નવુ એબ્ડોમિનલ ગાર્ડ મંગાવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X