World Cup 2023 : 55 કરોડ દર્શકો નિહાળશે મેચ, 22000 કરોડનો બિઝનેસ, જાણો દેશને શું થશે લાભ?

World Cup 2023 : ક્રિકેટ વિશ્વ કપના ગુરુવારના રોજ શરૂઆત સાથે જ દેશમાં આ વર્ષે ICC વિશ્વ કપની ટુર્નામેન્ટના કારણે દેશમાં 18000 કરોડથી લઇને 22000 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાની આશા છે.

આ દરમિયાન દૈનિક મજૂરો અને પ્રસાશન સાથે જોડાયેલા લોકોની 1000 કરોડ સુધીની આવક થઇ શકે થે. આ સાથે ફુડ ડિલિવરી તેમજ સ્ક્રિનિંગ દ્વારા 5000 રૂપિયાનો બિઝનેસ થાય તેવો અંદાજ છે.

World Cup 2023

બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ, મેચોની ટિકિટના વેચાણમાંથી રૂપિયા 2,200 કરોડની આવક થશે. ટીવી સ્પોન્સરશિપ તરીકે મહત્તમ રકમ 10,500 થી 12,200 કરોડ રૂપિયા હોઈ શકે છે, જ્યારે ટીમો પર 250 કરોડ રૂપિયા ખર્ચી શકાય છે.

રિપોર્ટ અનુસાર વર્લ્ડ કપથી વિદેશી પ્રવાસીઓ પાસેથી 600 કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. સ્થાનિક પ્રવાસીઓ પાસેથી રૂપિયા 250 કરોડની આવકની અપેક્ષા છે.

રિપોર્ટ અનુસાર, મર્ચેન્ડાઇઝ બિઝનેસ રૂપિયા 200 કરોડ અને પ્રેક્ષકોનો ખર્ચ રૂપિયા 500 કરોડ હોઈ શકે છે. દેશમાં ક્રિકેટનો ક્રેઝ દરેક વર્ગ અને વયના લોકોને આકર્ષે છે. તેથી, ચાલુ નાણાકીય વર્ષના જીડીપી પર પણ સકારાત્મક અસર જોવા મળશે.

2019માં ઈંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપની અસર ત્યાંના GDP પર જોવા મળી હતી. સર્વિસ, હોસ્પિટાલિટી અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને સૌથી વધુ ફાયદો થશે.

25 લાખ ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ પહોંચશે - રિપોર્ટ અનુસાર, છેલ્લી વખતે 55 કરોડ ક્રિકેટ પ્રેમીઓએ મેચ જોઈ હતી. આ વખતે ટીવી, ઓટીટી અને અન્ય પ્લેટફોર્મ દ્વારા મેચ જોનારાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવામાં આવે છે.

વેપારી વસ્તુઓની ખરીદીમાં પણ લોકોનો રસ રહેશે. ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો, અને ત્યાર બાદ આ ઈવેન્ટ ભારતમાં પહેલીવાર યોજાઈ રહી છે. આ ચોથી વખત છે, જ્યારે ભારત વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. મેચ જોવા માટે લગભગ 25 લાખ ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ પહોંચશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X