WI vs IND 3rd ODI : 10 વર્ષ બાદ ટીમમાં કરશે આ ખેલાડી વાપસી, ત્રીજી વનડેમાં અપવી શકશે જીત?
India vs West Indies 3rd ODI, Jaydev Unadkat: વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સિરીઝમાં પહેલી મેચ ભારતે તો બીજી મેચ વેસ્ટ ઇન્ડિઝે જીતી છે. હવે શ્રેણી જીતવા માટે બંને ટીમો મેદાનમાં ઉતરશે. બીજી વનડેમાં મળેલી કારમી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ અને ખાસ કરીને દ્રવિડ-રોહિતની આકરી ટીકા થઇ હતી.
નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો સામે હારી ચૂકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતને હરાવીને બધાને ચોંકાવી દીધા છે. હવે ભારત ત્રીજી મેચમાં જોરદાર વાપસી કરવાનો પ્રયાસ કરશે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી મેચમાં ભારત કેટલાક મોટા ફેરફાર કરી શકે છે. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું વાપસી લગભગ નિશ્ચિત છે. આ સાથે જ દસ વર્ષ બાદ ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ઉમરાન મલિકે પ્રથમ બે મેચમાં ખૂબ જ સામાન્ય બોલિંગ પ્રદર્શન કર્યું હતું.
જયદેવ ઉનડકટે વર્ષ 2010માં ભારત માટે છેલ્લી ODI મેચ રમી હતી. લગભગ 10 વર્ષ બાદ જયદેવ ઉનડકટ ફરી એકવાર બ્લુ જર્સીમાં જોવા મળી શકે છે. ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી વનડેમાં જીત મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ મેચમાં પોતાના શ્રેષ્ઠ ખેલાડીઓને સામેલ કરવાનો પ્રયાસ કરશે.
જયદેવ ઉનડકટે ભારત માટે તેની છેલ્લી વનડે વર્ષ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે કોચીમાં રમી હતી. આ ટીમ સામે જયદેવ ફરી એકવાર ટીમમાં વાપસી કરી શકે છે. મુકેશ કુમારે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું છે, પરંતુ તે પ્રથમ બે મેચમાં પોતાના પ્રદર્શનથી વધુ અસર છોડી શક્યો નથી.
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી મેચ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની આકરી ટીકા થઈ રહી છે. ભારતીય ટીમે પ્રથમ બે મેચ દરમિયાન બેટિંગ પોઝિશનમાં ઘણા ફેરફાર કર્યા હતા. જેના કારણે ભારતીય ચાહકો નાખુશ દેખાતા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ત્રીજી મેચમાં કોઈ ભૂલ નહીં કરે તેવી આશા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
