ઇશાન કિશનને દુબઈમાં પાર્ટી કરવી ભારે પડી? જાણો કેમ ટીમમાંથી પત્તુ કપાયુ?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે યોજાવા જઈ રહેલી ટી-2 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી દેવાઈ છે. આ ટીમમાંથી ઈશાન કિશનને જગ્યા નથી મળી.
ઈશાન કિશનને ટીમમાંથી બહાર કરવાના નિર્ણય પર ફેન્સ સતત સવાલો ઉઠાવી રહ્યા છે. ઘણા પૂર્વ ક્રિકેટ દિગ્ગજો પણ ઈશાન કિશનને બાકાત રાખવા પર નિરાશા વ્યક્ત કરી રહ્યા છે.

હવે ઈશાન કિશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇશાન કિશને થોડા દિવસ પહેલા સાઉથ આફ્રિકા સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પછી તે દુબઈમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો.
ઈશાન કિશને બીસીસીઆઈને કહીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું કે તે માનસિક થાક અને સતત મુસાફરીને કારણે બ્રેક લેવા માંગે છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઈશાન કિશને માનસિક થાક અને બ્રેક માટે પૂછતા દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઇશાન કિશનને ગંભીરતાથી લેતા પસંદગીકારોએ તેને બ્રેક આપ્યો હતો. પરંતુ બ્રેક મળ્યા બાદ ઈશાન કિશન દુબઈમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો.
ઈશાન કિશન અફઘાનિસ્તાન સામે સિરીઝ રમવા માટે તૈયાર હતો. પરંતુ બીસીસીઆઈએ ઈશાન કિશનની અવગણના કરી છે. સૂત્રો અનુસાર, બીસીસીઆઈને ઈશાન કિશન દુબઈ જઈને પાર્ટી કરે તે પસંદ નથી આવ્યુ.
ઈશાન કિશને માનસિક થાક વિશે વાત કરી અને પછી દુબઈ જઈને પાર્ટી કરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં બીસીસીઆઈ તેના પગલાથી ખુશ નહોતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
