કોણ છે કેએલ રાહુલ સાથે ખરાબ વર્તન કરનાર સંજીવ ગોયન્કા? ધોની સાથે પણ કરી ચુક્યા છે ખરાબ વર્તન
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સની 10 વિકેટ હાર થઈ હતી. આ હાર બાદ લખનૌના માલિક સંજીવ ગોયન્કા કેપ્ટન સાથે ખરાબ વર્તન કરતા જોવા મળ્યા.
લખનૌની હાર બાદ એક વીડિયોની ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં ટીમના માલિક કેએલ રાહુલને કંઈક કહી રહ્યા છે અને ગુસ્સામાં તેને સંભળાવી રહ્યા છે.

ગોયન્કાના આ વર્તન બાદ ક્રિકેટ ફેન તેના પર તુટી પડ્યા છે અને ખરીખોટી સંભળાવી રહ્યા છે. ફેન ટીમના માલિક સંજીવ ગોએન્કાના આ વર્તનની આકરી ટીકા કરી રહ્યા છે અને આ મામલો સોશિયલ મીડિયા પર જોર પકડ્યો છે.
કોણ છે સંજીવ ગોયન્કા?
સંજીવ ગોએન્કા આરપી સંજીવ ગોએન્કા ગ્રુપના સ્થાપક અને પ્રારંભિક રોકાણકાર છે. તે એક અબજોપતિ ભારતીય ઉદ્યોગપતિ છે. સંજીવ ગોએન્કાની સંપત્તિની વાત કરીએ તો તેની કિંમત 340 કરોડ યુએસ ડોલર છે. તેની કંપનીની હેડ ઓફિસ કોલકાતામાં છે.
ગોએન્કાએ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે. 1961માં જન્મેલા ગોએન્કાની ઉંમર હાલમાં 63 વર્ષની છે. ગોએન્કા ગ્રૂપની મુખ્ય પ્રવૃત્તિઓ વિજળી અને કુદરતી સંસાધનોને લગતી છે.
બે ફ્રેન્ચાઈઝીના માલિક છે
ગોએન્કાએ વર્ષ 2022માં આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ખરીદી હતી. આ ટીમને ખરીદવા માટે તેણે 7090 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. લખનૌની આ ત્રીજી સીઝન છે. આ સિવાય તેણે ઈન્ડિયન સુપર લીગ એટલે કે ISLમાં પણ એક ટીમ ખરીદી છે.
તે ISLમાં ફૂટબોલ ટીમ મોહન બાગાન સુપર જાયન્ટ્સનો પણ માલિક છે. અગાઉ વર્ષ 2016 અને 2017માં તેણે આઈપીએલમાં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમને મેદાનમાં ઉતાર્યું હતું. તે સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
This goenka is utterly Shameless guy
— Abhiii 🇵🇸🍉 (@abhi_18_18) May 8, 2024
First he removed dhoni from rpsg captaincy in 2017 👎🏻
The way he’s behaving to KL he deserves a slap right there
There’s nothing new if kl playing slow almost every player do that
Kl Rahul come to RCB again 💓pic.twitter.com/hPxqaaD8jX
આ વર્ષે આઈપીએલમાં લખનૌનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું નથી. ટીમ પાસે પણ છેલ્લા ચારમાં જવાના તમામ મોકા છે. લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમી છે અને 6માં જીત મેળવી છે અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. જો લખનૌ તેની આગામી બે મેચ જીતે તો પ્લેઓફમાં પહોંચવાની તક રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
