વીડિયો: પાકિસ્તાનની હાર પર લાઈવ શોમાં ગુસ્સે થયા શોએબ અખ્તર
ટી20 વર્લ્ડકપ 2016 માં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેના રોમાંચક મુકાબલામાં ટીમ ઇન્ડિયા વિજય રહ્યું અને પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની હારથી પાકિસ્તાનના લોકોની સાથે સાથે ભૂતપૂર્વ ખેલાડી શોએબ અખ્તર પણ ખુબ જ ગુસ્સે છે.
પાકિસ્તાન ની હારનો તેમના પર એવો અસર થયો કે એક લાઈવ શો દરમિયાન તેઓ ગુસ્સે થઇ ગયા હતા. આખા વિશ્વમાં રાવલપીંડી એક્ષ્પ્રેસથી ઓળખાતા શોએબ અખ્તરનો ગુસ્સો મેચ બાદ સાતમાં આસમાને પહોચી ગયો હતો.

ખરેખર મેચ બાદ ટીવીમાં મેચ ના સારા અને ખરાબ પાસા વિશે ચર્ચા કરવામાં આવતી હતી. ચર્ચા દરમિયાન ટીવી એન્કરે મોકા મોકા ની વાત છેડી દીધી. સવાલ દરમિયાન જયારે ટીવી એન્કર મોકા મોકા પર હસવા લાગ્યા ત્યારે શોએબ અખ્તર ગુસ્સે થઇ ગયા હતા શોએબ અખ્તરે જયારે ગુસ્સામાં એન્કર ને પૂછ્યું કે "આપ હંસે કયું". વાત એટલી વધી ગઈ કે ખુદ કપિલ દેવે વચ્ચે પડવું પડ્યું હતું તો જુઓ પાકિસ્તાન ની હાર પર શોએબ અખ્તરનો ગુસ્સાનો વીડિયો....












Click it and Unblock the Notifications
