વિરેન્દ્ર સેહવાગે જણાવ્યુ રોહિત શર્માના ખરાબ ફોર્મનુ કારણ, બેટિંગને લઇ આપ્યુ ચોંકાવનારૂ નિવેદન
IPLની 54મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચે રસપ્રદ મેચ જોવા મળશે. બંને ટીમોએ પોતપોતાની દસ મેચોમાં પાંચ-પાંચ જીત મેળવી છે. સુકાની એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમે અગાઉની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને છ વિકેટે હરાવીને આઈપીએલ 2023માં છઠ્ઠી જીત નોંધાવી હતી.
આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. બીજી બાજુ, MI કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચાલુ છે, જેના માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે મોટું નિવેદન આપ્યું છે.

ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સનો સુકાની રોહિત શર્મા 'મેન્ટલ બ્લોક' સામે ઝઝૂમી રહ્યો છે અને તેની બેટિંગમાં કોઈ ટેકનિકલ સમસ્યા નથી. રોહિતે આ આઈપીએલ સિઝનમાં રન માટે સંઘર્ષ કર્યો છે, તેણે 18.40ની એવરેજ અને 126.89ની સ્ટ્રાઈક રેટથી માત્ર 184 રન બનાવ્યા છે.
છેલ્લી બે મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નહોતો. હકીકતમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચ દરમિયાન, રોહિત 16મી વખત શૂન્ય પર આઉટ થયો, જે IPL ઇતિહાસમાં સૌથી વધુ છે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં સેહવાગે કહ્યું, 'રોહિત શર્મા બોલરો સાથે નહીં પરંતુ પોતાની સાથે લડી રહ્યો છે. જે માનસિક અવરોધની સ્થિતિ છે. તેની બેટિંગ ટેકનિકમાં કોઈ સમસ્યા નથી. તેના મનમાં કંઈક મૂંઝવણ ચાલી રહી છે. પરંતુ જે દિવસે તે રન કરશે તેની અગાઉની તમામ મેચોની ભરપાઈ થઈ જશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ પાંચ જીત અને પાંચ હાર બાદ 10 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે.
આ પહેલા ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિત શર્માના ખરાબ ફોર્મ પર આકરા પ્રહારો કર્યા હતા. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા સુનીલ ગાવસ્કરે રોહિત શર્માના શોટ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા હતા જ્યારે તેના ભૂતપૂર્વ ઓપનિંગ પાર્ટનર શ્રીકાંતે કહ્યું હતું કે 'આઉટ ઓફ ફોર્મ' કેપ્ટન મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાને લાયક નથી.
સુનીલ ગાવસ્કરે કહ્યું કે 'કદાચ, તે વ્યસ્ત છે અને કદાચ થોડો બ્રેક લીધા પછી બધું ઠીક થઈ જશે. પરંતુ તેણે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેનેજમેન્ટે આ અંગે નિર્ણય લેવાનો છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
