Virender sehwag on dhoni : વિરેન્દ્ર સહેવાગે ધોનીની બેટિંગ પોઝિશન પર કટાક્ષ કર્યો, જાણો શું કહ્યું?
Virender sehwag on dhoni : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચેની મેચમાં CSKને 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
RCBએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 197 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન રજત પાટીદારે 32 બોલમાં 51 રનની ઈનિંગ રમી. જવાબમાં, CSKની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 146 રન જ બનાવી શકી.

આ મેચમાં ધોની નવમા ક્રમે બેટિંગ કરવા આવતા ઘણા સવાલ ઉભા થયા છે. આ ઘટના ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો માટે આશ્ચર્યજનક હતી.
ધોનીની આ બેટિંગ પોઝિશન પર ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે કટાક્ષ કરતા કહ્યું કે, જલ્દી આવી ગયા ને? જ્યારે તે આવ્યો ત્યારે 16 ઓવરો થઈ ગઈ હતી. સામાન્ય રીતે તે 19મી કે 20મી ઓવરમાં આવે છે. આ બહુ જલ્દી આવી ગયા. કાં તો તે જલ્દી આવી ગયો અથવા તો તેમના બેટ્સમેનોએ પોતાની વિકેટો જલ્દી ગુમાવી દીધી.
સેહવાગના આ ટિપ્પણી બાદ ક્રિકેટ જગતમાં ધોનીની બેટિંગ ક્રમને લઈને ચર્ચાઓ તેજ થઈ છે. કેટલાક નિષ્ણાતો માને છે કે ધોનીએ ઉપર બેટિંગ કરવી જોઈએ, ખાસ કરીને જ્યારે ટીમને ઝડપી રનોની જરૂર હોય.
Nah this is so embarrassing😭😭 pic.twitter.com/0uShSG5N6S
— Suprvirat (@ishantraj51) March 28, 2025
મેચમાં ધોનીએ 16 બોલમાં 30 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા, તેમનો સ્ટ્રાઈક રેટ 187.5 રહ્યો.
આ પરાજય સાથે CSKની ટીમ પોઈન્ટ ટેબલમાં નીચે સરકી છે, જ્યારે RCB ટોચના સ્થાને પહોંચી ગઈ છે. આ હાર બાદ CSKના કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓની રણનીતિ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે, ખાસ કરીને બેટિંગ ઓર્ડર અને ખેલાડીઓની પોઝિશનને લઈને ઘણા સવાલ ઉભા થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
