WTC ફાઇનલ પહેલા વિરાટ કોહલીની ઇજાએ વધારી ચિંતા, RCBના કોચે આપી મોટી અપડેટ
આઈપીએલની 16મી સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફરનો અંત આવી ગયો છે, પરંતુ ટૂર્નામેન્ટમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું પ્રદર્શન ટીમ ઈન્ડિયાને મજબૂત બનાવશે. આ દરમિયાન કોહલી ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
હકીકતમાં, 21 મેના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની 15મી ઓવરમાં વિજય શંકરના બોલ પર કેચ લેતી વખતે વિરાટ કોહલીને ઘૂંટણમાં ઇજા થઇ હતી. થોડા સમય પછી, એક ફિઝિયો આવ્યો અને કોહલી પિચની બહાર ગયો અને તે પછી તે પીચ પર પાછો ફર્યો નહીં. જીટીની ઇનિંગ્સની 15મી ઓવરથી તે ડગઆઉટમાં બેઠો જોવા મળ્યો હતો.

બીજી તરફ, ભારત બે અઠવાડિયાથી ઓછા સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની ઈજાએ ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી દીધી છે. જોકે, મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં RCBના મુખ્ય કોચ સંજય બાંગરે પુષ્ટિ કરી હતી કે ઈજા ગંભીર નથી.
તેણે કહ્યું, 'હા, તેના ઘૂંટણમાં થોડી ઈજા થઈ હતી, પરંતુ મને નથી લાગતું કે તેમાં કંઈ ગંભીર છે. 4 દિવસમાં તેણે સતત બે બેક-ટુ-બેક સદી ફટકારી છે. તે એવી વ્યક્તિ છે જે માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ ફિલ્ડિંગમાં પણ યોગદાન આપવા માંગે છે.
આ દરમિયાન તે ખૂબ દોડ્યો. થોડા દિવસો પહેલા તે 40 ઓવર માટે મેદાન પર હતો અને આજે 35 ઓવર. તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ કર્યું. તેથી તે હેરાન કરનારૂ છે, પરંતુ મને નથી લાગતું કે તે કંઈપણ ગંભીર છે.
કોહલી અને શુભમન ગિલ બંનેએ IPLની છેલ્લી મેચમાં પોતપોતાની ટીમ માટે સદી ફટકારી હતી. GT, જેણે પ્લેઓફમાં પહેલેથી જ જગ્યા બનાવી લીધી હતી, તેણે RCBને કોઈ દયા ન બતાવી અને જોરદાર બેટિંગ કરી. જોકે, RCBની હાર બાદ વિરાટ કોહલી ઘણો નિરાશ થયો હતો, કારણ કે તેની મહેનત બાદ પણ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિરાટ કોહલી એ સાત ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જે 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે મંગળવારે એટલે કે આવતીકાલે ઈંગ્લેન્ડ જવા રવાના થશે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત








Click it and Unblock the Notifications
