Virat Kohli Record: કોહલીએ રચ્યો વિરાટ રેકોર્ડ, આવું કરનારો એકમાત્ર બેટ્સમેન બન્યો
Virat Kohli Record: આઇપીએલ 2024ના ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ રમાઇ રહી છે. જેમાં ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી, અને અડધી ટીમ પેવેલિયન પહોંચી ગઇ હતી.
બ્રેક બાદ 22 યાર્ડની પીચ પર પરત ફરેલા વિરાટ કોહલી પણ બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 21 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, માત્ર 21 રનની ઈનિંગમાં કિંગ કોહલીએ T-20 ક્રિકેટમાં એવું સ્થાન હાંસલ કર્યું છે, જ્યાં સુધી કોઈ ભારતીય બેટ્સમેન પહોંચી શક્યો નથી.

કોહલીના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ - વાસ્તવમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાઈ રહેલી મેચમાં છ રન બનાવવાની સાથે જ વિરાટ કોહલીએ T-20 ક્રિકેટમાં 12 હજાર રન પૂરા કરી લીધા છે. કોહલી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય અને એકંદરે છઠ્ઠો બેટ્સમેન છે. ભારત તરફથી કોહલી બાદ આ યાદીમાં રોહિત શર્માનું નામ સામેલ છે, જેણે 11156 રન બનાવ્યા છે.
વિરાટ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો ન હતો અને 20 બોલમાં માત્ર 21 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ ઇનિંગ દરમિયાન કોહલી માત્ર એક ચોગ્ગો જ ફટકારી શક્યો હતો.
ફાફ તોફાની ઇનિંગ્સ રમીને આઉટ થયો - ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની પ્રથમ મેચમાં ફાફ ડુ પ્લેસિસ 23 બોલમાં 35 રનની તોફાની ઈનિંગ રમીને આઉટ થયો હતો. ફાફે વિરાટ કોહલી સાથે મળીને પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. ડુ પ્લેસિસે પોતાની શાનદાર ઇનિંગ દરમિયાન 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
રજત-મેક્સવેલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા - ફાફ ડુ પ્લેસીસના આઉટ થયા બાદ આરસીબીને સતત બે વધુ આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા રજત પાટીદાર બેટથી કંઈ ખાસ બતાવી શક્યા ન હતા, અને ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. આવા સમયે, ગ્લેન મેક્સવેલે પણ આરસીબીના ચાહકોને નિરાશ કર્યા અને પહેલા જ બોલ પર દીપક ચહરનો શિકાર બન્યો હતો.
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ:
શિખર ધવન- 1057 રન
વિરાટ કોહલી- 1006 રન
રોહિત શર્મા- 791 રન
દિનેશ કાર્તિક- 675 રન
ડેવિડ વોર્નર- 644 રન
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
