Virat kohli record: સચિન બાદ કોહલીએ કર્યું આ કારનામુ, વિરાટ રેકોર્ડ ક્લબમાં થયો સામેલ
Virat kohli record, IND vs BAN : ક્રિકેટ જગતમાં રોજ નવા રેકોર્ડ બને છે અને રોજ જૂના રેકોર્ડ તૂટતા રહે છે. હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરિઝ રમાઈ રહી છે.
જેમાં ભારતે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગ 287/4 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી હતી. જે કારણે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ મળ્યો છે.
આ ટેસ્ટ મેચમાં ઋષભ પંત અને શુભમન ગિલની સદીની મદદથી ભારતે બીજી ઇનિંગમાં 287 રન બનાવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે 128 બોલમાં 109 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે શુભમન ગિલે 176 બોલમાં અણનમ 119 રન બનાવ્યા હતા.
રિવ્યુ ન લેતા નોટઆઉટ વિરાટ કોહલી આઉટ - વિરાટ કોહલી બીજા દાવમાં સારી લયમાં બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ મેહદી હસન મિરાઝે વિરાટ કોહલીને LBW આઉટ કર્યો હતો. જે બાદમાં રિવ્યુમાં જાણવા મળ્યું હતું કે, બોલ બેટ અને પેડ સાથે અથડાયો હતો.
જોકે, વિરાટ કોહલીએ રિવ્યુ લીધો ન હતો. તે 37 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. જો વિરાટ કોહલીએ રિવ્યુ લીધો હોત, તો કદાચ તેને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હોત.
વામન ઇનિંગ્સ રમીને રચ્યો વિરાટ વિક્રમ - વિરાટ કોહલીએ ફરી એકવાર ક્રિકેટ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ભારતની બીજી ઇનિંગમાં 5 રન બનાવીને કોહલીએ ઘરની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12,000 રનનો આંકડો પાર કર્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ સાથે તે સમગ્ર વિશ્વના બેટ્સમેનોની વિશેષ યાદીમાં સામેલ થયો છે, જેનાથી વિરાટ કોહલી હોમ ગ્રાઉન્ડ પર રમતી વખતે ત્રણેય ફોર્મેટમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો 5મો ખેલાડી બની ગયો છે.

ઘરઆંગણે પૂરા કર્યા 12000 રન - કોહલીએ આ માઈલસ્ટોન સુધી પહોંચવું તેના સાતત્યપૂર્ણ પ્રદર્શન અને રમત પ્રત્યેના સમર્પણનો પુરાવો છે.
વિરાટ કોહલીએ પોતાની 219મી મેચની 243મી ઈનિંગ રમીને આ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ટેસ્ટમાં 4162* રન, ODIમાં 6268 રન અને T20 ઈન્ટરનેશનલ મેચોમાં 1577 રનનો સમાવેશ થાય છે, જે તમામ ભારતીય મેદાન પર બનાવ્યા છે.
ખાસ ક્લબમાં જોડાયો કોહલી - ઘરઆંગણે 12,000 રન વટાવી ચૂકેલા બેટ્સમેનોમાં સચિન તેંડુલકર જેવા રમતના દિગ્ગજોનો સમાવેશ થાય છે, જે 14,192 રન સાથે સૌથી આગળ છે.
સચિન બાદ રિકી પોન્ટિંગ 13,117 રન સાથે બીજા ક્રમે, જેક કાલિસ 12,305 રન સાથે અને કુમાર સંગાકારા 12,043 રન સાથે છે. હવે વિરાટ કોહલી પણ આ ખાસ ક્લબનો ભાગ બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી બીજી ઈનિંગમાં પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો. કોહલીએ 37 બોલ રમીને 17 રન બનાવ્યા હતા.
And, that's the declaration from the Indian Captain.
— BCCI (@BCCI) September 21, 2024
Shubman Gill and Rishabh Pant bring up their Test centuries as #TeamIndia gets to a total of 287/4 in the second innings.
Scorecard - https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/Q7IBT1zlFm
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
