અફઘાનિસ્તાન વિરુદ્ધ સચિન અને લારાનો આ વિરાટ રેકોર્ડ તોડી શકે છે કોહલી
અફઘાનિસ્તાન વિરુદ્ધ સચિન અને લારાનો આ વિરાટ રેકોર્ડ તોડી શકે છે કોહલી
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની રમતની ખાસિયત જ એ છે કે તે રેકોર્ડ બનાવવા અને તોડવાને બાળકોની રમત સમાન બનાવી દે છે. હવે ભારતનો આગામી મુકાબલો વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનાર છે અને આ મેચમાં પણ કોહલી એક કીર્તિમાન બનાવવી શકે છે. જણાવી દઈએ કે કોહલી આ મેચમાં 104 રન બનાવતા જ દુનિયામાં સૌથી તેજીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન બનાવનાર બેટ્સમેન બની જશે.

કોહલી આ રેકોર્ડ તોડી શકે
કોહલીએ અત્યાર સુધીમાં માત્ર 415 ઈનિંગ રમી છે. જેમાં 131 ટેસ્ટ મેચ, 222 વનડે અને 62 ટી20 ઈનિંગ સામેલ છે. આ બદામાં મળીને કોહલીના નામે 19896 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રન છે. કોહલીના આ આંકડા સીધી રીતે સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા ખેલાડીઓ માટે પડકારજનક છે. કેમ કે સચિન અને લારાએ 453 ઈનિંગમાં 20,000 રન પૂરા કર્યા હતા જ્યારે પૂર્વ કાંગારૂ કેપ્ટન રિકી પોંટિંગે 468 ઈનિંગમાં આ કીર્તિમાન બનાવ્યો હતો.

રેકોર્ડ તોડવામાં માહેર
કોહલીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં એકેય સદી નથી લગાવી. એવામાં અફઘાનિસ્તાન વિરુદ્ધ તેમની પાસે સદી લગાવવાની સાથે જ આ રેકોર્ડનો પણ સોનેરી મોકો હશે. કોહલીએ વર્લ્ડ કપ 2019ની ત્રણ ઈનિંગમાં અત્યાર સુધીમાં 18, 82 અને 77 રનની ઈનિંગ રમી છે. અગાઉ કોહલીએ પોતાના નામે સૌથી ઝડપે 11000 વનડે રન બનાવવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. ત્યારે પણ તેમણે સચિનનો રેકોર્ડ તોડ્યો હતો.

વર્લ્ડ કપની શાનદાર શરૂઆત
ટીમ ઈન્ડિયા અત્યાર સુધી પોતાની શરૂઆતી ચાર મેચમાંથી ત્રણમાં જીત નોંધાવી ચૂક્યા છે જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક મેચ વરસાદને કારણે ખરાબ થઈ ગઈ હતી. હવે ભારતનો આગામી મુકાબલો 22 જૂને સાઉથેમ્પ્ટનમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ હશે. આ એજ રોજ બાઉલ મેદાન છે જ્યાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારતે પોતાના વર્લ્ડ કપ 2019 અભિયાનની શરૂઆત કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે








Click it and Unblock the Notifications
