ટેસ્ટઃ ડૉન બ્રે઼મેનને પછાળી શકે છે કોહલી, ધોનીનો મોટો રેકોર્ડ પણ ખતરામાં
ટેસ્ટઃ ડૉન બ્રે઼મેનને પછાળી શકે છે કોહલી, ધોનીનો મોટો રેકોર્ડ પણ ખતરામાં
નવી દિલ્હીઃ વિંડીઝ પ્રવાસ પર ગયેલ ભારતીય ક્રિકેટ ટીમ કે્ટન કોહલીના નેતૃત્વમાં સતત જીત હાંસલ કરી રહી છે. ભારતે પહેલા ટી20 સીરિઝ પર કબ્જો જમાવ્યો અને પછી વનડે સીરિઝ પર પણ કબ્જો જમાવી લીધો. હવે 22 ઓગસ્ટથી શરૂ થઈ રહેલ 2 ટેસ્ટ મેચની સીરિઝ પર કબ્જો જમાવવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. આ દરમિયાન ફરીથી રન મશીન કોહલી પર સૌની નજર રહેશે. કોહલીએ વનડેમાં સતત 2 સદી ફટકારી છે. જો તેમનું બેટ ટેસ્ટ મેચ દરમિયાન પણ ચાલ્યું તો તેઓ ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન બેટ્સમેન ડૉન બ્રે઼મેનને પાછળ છોડશે, સાથે જ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પણ તોડી દેશે.

પાછળ રહી જશે બ્રેડમેન
કેપ્ટન કોહલી પાસે ટેસ્ટ ક્રિકેટમાં વધુ રન બનાવવાના મામલામાં ડૉન બ્રેડમેનથી આગળ નિકળવાનો સોનેરી મોકો છે. બ્રેડમેનના નામે 52 ટેસ્ટ મેચમાં કુલ 6996 રન છે જ્યારે કોહલીએ 77 ટેસ્ટ મેચ રમ્યા બાદ અત્યાર સુધીમાં 6613 રન બનાવ્યા છે. બ્રેડમેનને પાછળ છોડવા માટે કોહલીને 383 રનની જરૂરત છે. આની સાથે જ ટેસ્ટમાં 7 હજારનો આંકડો પણ પાર કરી શકે છે.

કપ્તાનીના મામલામાં આગળ નિકશે
આ ઉપરાંત કોહલી પાસે કેપ્ટન તરીકે ધોનીથી વધુ ટેસ્ટ મેચ જીતવાનો મોકો છે. જો કોહલી બંને ટેસ્ટ મેચ જીતે છે તો તે ટેસ્ટમાં ભારતને સૌથી વધુ જીત અપાવનાર કેપ્ટન બની જશે. કોહલીના નામે ટીમના કપ્તાન તરીકે 46 મેચમાંથી 26 જીત છે જ્યારે ધોનીના નામે 60માંથી 27 જીત છે. કોહલી સૌથી પહેલા ટેસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન બન્યા હતા. 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ધોનીના સંન્યાસ બાદ કોહલીને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. પોતાની કપ્તાનીમાં કોહલીએ ભારતને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડમાં જીત અપાવી છે. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં જો કે તેમને હાર મળી હતી. કોહલીએ ગત વર્ષે જ ભારતને ઓસ્ટ્રેલિયામાં ફીમેં ટેસ્ટમાં 3-1થી ઐતિહાસિક જીત અપાવી હતી.

કેપ્ટન તરીકે ભારતને સૌથી વધુ જીત અપાવનાર
એમએસ ધોનીએ 60 મેચમાંથી કુલ 27 મેચમાં જીત અપાવી, જ્યારે વિરાટ કોહલીએ 46 મેચમાંથી કુલ 26 મેચમાં જીત અપાવી, સૌરવ ગાંગુલીએ 49 મેચમાંથી 21 મેચમાં જીત અપાવી અને મોહમ્મદ અઝહરુદ્દીને 47 મેચમાંથી 14 મેચમાં જીત અપાવી.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
