વિરાટ કોહલીએ શુભમન ગિલના કર્યા વખાણ, ગણાવ્યો ભારતીય ટીમનુ ફ્યુચર
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે પોતાની જોરદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ક્રિકેટના દિગ્ગજો સતત વિરાટ કોહલીના વખાણ કરી રહ્યા છે.
ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી બાદ ભારતીય ચાહકોને શુભમન ગિલ પાસેથી ઘણી આશાઓ છે. ગિલ માત્ર 23 વર્ષનો છે અને આટલી નાની ઉંમરમાં તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. આવનારા સમયમાં ગિલ પોતાના બેટથી ઘણા મોટા રેકોર્ડ બનાવી શકે છે.

કોહલીએ ગિલના કર્યા વખાણ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ યુવા બેટ્સમેન શુભમન ગિલના વખાણ કર્યા છે. ગિલે ન્યૂઝીલેન્ડ સામે અણનમ 126 રનની રેકોર્ડ બ્રેક ઇનિંગ રમીને કામ કર્યું હતું. જેના કારણે ભારતે 168 રનની મોટી જીત મેળવી હતી. ભારતની આ જીત બાદ વિરાટ કોહલીએ શુભમન ગિલને ભારતીય ટીમનો ભાવિ સ્ટાર ગણાવ્યો છે. કોહલી સિવાય ઘણા ક્રિકેટ દિગ્ગજોએ ગિલને ભારતીય ટીમનો સ્ટાર ગણાવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગિલની તસવીર
વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શુભમન ગિલની તસવીર શેર કરી છે. ગિલને સ્ટાર ગણાવતા કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોર પર લખ્યું કે તે ભવિષ્ય છે. કોહલીની આ તસવીર ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. આ જોરદાર ઇનિંગ રમ્યા બાદ શુભમન ગિલે પણ પોતાના દિલની વાત કરી હતી. ગિલે મેચ બાદ કહ્યું કે જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો અને પરિણામ મેળવો છો ત્યારે સારું લાગે છે. ટીમ માટે મોટો સ્કોર બનાવીને સારું લાગે છે.

ભારત માટે ટી20માં શતક લગાવનાર સાતમાં બેટ્સમેન
શુભમન ગિલ ભારત માટે T20માં સદી ફટકારનાર સાતમો બેટ્સમેન બની ગયો છે. શુભમન ગિલ પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને દીપક હુડ્ડા ભારત માટે ટી-20માં સદી ફટકારી ચૂક્યા છે. શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતનો પાંચમો બેટ્સમેન છે. ગિલ પાસેથી આવનારા સમયમાં ભારતીય ટીમ બીજી ઘણી મોટી મેચ વિનિંગ ઇનિંગ્સની અપેક્ષા રાખશે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
