'કોઈ વાતનો ડર નથી' વિનોદ કાંબલીએ કપિલ દેવની ઓફરનો કર્યો સ્વીકાર, રિહૈબમાં જવા થયા તૈયાર
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ કપિલ દેવના રિહેબમાં જવાના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી તેમનો પરિવાર તેમની સાથે છે ત્યાં સુધી તેઓ કોઈ વાતથી ડરતા નથી. પૂર્વ ભારતીય ક્રિકેટર કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિગ્ગજ ક્રિકેટરોએ તેની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
3 ડિસેમ્બરના રોજ, ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક ખાતે પ્રખ્યાત ક્રિકેટ કોચ રમાકાંત વિટ્ટલ આચરેકરની યાદમાં એક સ્મારકના અનાવરણ સમારોહ દરમિયાન તેમના બાળપણના મિત્ર વિનોદ કાંબલીને મળ્યા હતા.
આ કાર્યક્રમનો એક વીડિયો ભારતીય ક્રિકેટ સમુદાયમા્ં વાયરલ બન્યો અને વીડિયો વાયરલ થયા બાદ ઘણા ક્રિકેટરોએ વિનોદ કાંબલીની તબિયત પૂછપરછ કરી, જ્યારે કપિલ દેવ અને સુનીલ ગાવસ્કર જેવા અન્ય લોકોએ પણ તેમને મદદ કરવાની ઓફર કરી.
તાજેતરમાં જ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બલવિંદર સિંહ સંધુએ ખુલાસો કર્યો હતો કે કપિલ દેવે કાંબલીના સ્વાસ્થ્ય વિશે તેમનો સંપર્ક કર્યો હતો અને મદદનું વચન આપ્યું હતું.
કપિલ દેવની દરખાસ્ત સાથે સંમત થતાં વિનોદ કાંબલીએ સ્વીકાર્યું કે તે અત્યારે "ખરાબ" નાણાકીય પરિસ્થિતિમાં છે અને તે તેના પરિવારની સંભાળ રાખવા માટે BCCI તરફથી મળતા ₹30,000ના પેન્શન પર નિર્ભર છે.

ભૂતપૂર્વ ભારતીય સ્ટાર 14 વખત રીહર્બમાં માટે ગયો છે, પરંતુ કહે છે કે જો તે તેની નાણાકીય અને શારીરિક સ્થિતિમાં સુધારો કરે તો તે ફરીથી પ્રયાસ કરવા તૈયાર છે.
વિકી લાલવાનીની યુટ્યુબ ચેનલ પર વાત કરતાં કાંબલીએ કહ્યું, 'પણ મારી પત્નીએ જે રીતે બધું સંભાળ્યું છે તેના માટે હું તેને સલામ કરું છું. સુનિલ ગાવસ્કર કપિલ દેવના પ્રસ્તાવન જવાબ આપનાર પ્રથમ વ્યક્તિ હતા.
અલબત્ત, મને રીહર્બમાં જવા કોઈ ખચકાટ નથી કારણ કે જ્યાં સુધી મારો પરિવાર મારી સાથે છે, ત્યાં સુધી મને કોઈ વાતનો ડર નથી. હું તેને પૂર્ણ કરીશ અને પાછો આવીશ. હું પાછો આવીશ.
પૂર્વ ક્રિકેટરે કહ્યું, 'હું હવે સારો છું. મારી પત્ની મારી ખૂબ કાળજી રાખે છે. તે મને 3 અલગ-અલગ હૉસ્પિટલમાં લઈ ગઈ અને મને કહ્યું કે 'તમારે ફિટ થવું પડશે'. અજય જાડેજા પણ મને મળવા આવ્યો હતો. તે સારું લાગ્યું.
મારા પુત્ર જીસસ ક્રિસ્ટિયાનોએ મને ઉપાડ્યો અને મને મારા પગ પર પાછો ઉભો કર્યો. મારી દીકરી જે 10 વર્ષની છે અને મારી પત્ની મને મદદ કરવા આવ્યા. એક મહિના પહેલા આ ઘટના બની હતી. મારું માથું ફરવા લાગ્યું; હું બેભાન થઈને નીચે પડી ગયો. ડૉક્ટરે મને સારવાર માટે દાખલ થવા કહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
